GSTV
Home » News » કોરોનાને લઇને ઉડી એવી અફવા…લોકો કામકાજ છોડીને કોન્ડમ લેવા દોડ્યા!

કોરોનાને લઇને ઉડી એવી અફવા…લોકો કામકાજ છોડીને કોન્ડમ લેવા દોડ્યા!

કોરોના વાયરસના કેરથી અત્યાર સુધી દુનિયાભરમાં 1500થી વધુ લોકોના મોત નિપજ્યા છે. લોકોમાં કોરોનાનો ભય એટલી હદે ઘર કરી ગયો છે કે કોઇપણ વસ્તુનો સ્પર્શ કરતાં પણ લોકો ડરી રહ્યાં છે. ચીન બાદ સિંગાપોરમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. અહીની સરકારે કોરોના પર ઓરેંજ એલર્ટ જારી કર્યુ છે.

સિગાપોરમાં કોરોના વાયરસને લઇને રોંજ એલર્ટ જારી થયા બાદ અહીંના માર્કેટમાં માસ્ક ખરીદવા માટે ભીડ ઉમટી પડી અને જ્યારે માસ્ક પૂરા થઇ ગયાં તો લોકોએ કોન્ડમ ખરીદવાનું શરૂ કરી દીધુ.

હવે સ્થિતિ એવી છે કે સિંગાપોરની મેડિકલ શૉપમાં કોન્ડમનો સ્ટોક પૂરો થઇ ગયો છે.

સોશિયલ મીડિયા પર લોકો કોન્ડમથી કોરોના વાયરસથી બચાવના સૌથી કારગર ઉપાય જણાવી રહ્યાં છે. લિફ્ટનું બટન દબાવવાથી લઇને બિલ્ડિંગના દરવાજા ખોલવા સુધી લોકો હાથોમાં હોન્ડમ પહેરીને પોતાનું કામ ચલાવી રહ્યાં છે.

સિંગાપોરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગાપોરમાં કોરોના વાયરસને લઇને ભય ત્યારે ફેલાયો જ્યારે અહીંના વડાપ્રધાન લી હિસેને 9 મિનિટના રાષ્ટ્રના નામે સંદેશ જારી કરતાં કોરોનાને લઇને સતર્ક રહેવાની અપીલ કરી.

પછી શું હતું…કોરોનાને લઇને સિંગાપોરમાં એવો ભય ફેલાયો કે મેડિકલની દુકાનો પર ભારે ભીડ ઉમટી પડી અને લોકો સેનિટાઇઝર, માસ્ક મોટી સંખ્યામાં ખરીદીને ઘરે લઇ જઇ રહ્યાં છે.

સેનિટાઇઝર માસ્કની કમી થતાં લોકોએ કોન્ડમ ખરીદવાનું શરૂ કરી દીધું અને જોતાં જ અનેક મેડિકલ સ્ટોર્સ ખાલી થઇ રહ્યાં છે.

જણાવી દઇએ કે કોરોનાવાયરસના કારણે ચીન બાદ સિંગાપોરમાં લોકો સૌથી વધુ સંક્રમિત થયા છે. અહીં અત્યાર સુધી 58 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

Read Also

Related posts

ભારતનો એશિયન કુસ્તીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ, પાંચ ગોલ્ડ સાથે કુલ 20 મેડલ જીતીને ત્રીજા ક્રમે

pratik shah

આવ ભાઇ હરખા આપણે બે સરખા, વિપક્ષોને નિશાન બનાવવામાં ટ્રમ્પે ભારત આવીને મોદીવાળી કરી

Bansari

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!