GSTV
Home » News » આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનની આડઅસરોની ચર્ચા થઇ રહી છે. ત્યારે આઇસલેન્ડમાં તેનું વરવું ઉદાહરણ પણ જોવા મળ્યું છે. આઇસલેન્ડમાં પહેલી વખત એક ગ્લેશિયર ગાયબ થઇ ગયો છે. જેનું નામ ઓકજોકુલ હતુ. આ ઘટના સાથે જ અન્ય ગ્લેશિયરના ખતમ થવાની આશંકા વધી ગઇ છે. જેને ધરતી માટે ખતરનાક સંકેત માનવામાં આવી રહ્યા છે.

આ દ્રશ્યો આમ તો સામાન્ય લાગી રહ્યા છે પરંતુ માનવજાતને તે ઘણું બધુ કહી જાય છે. આઇસલેન્ડમાં આ લોકો એકત્ર થયા હતા એક ગ્લેશિયરની અંતિમ વિધી માટે. થોડા દિવસો પહેલા આઇસલેન્ડના લોકોએ આ શોકવિધી મનાવી. જેમાં ઓકજોકુલ નામના એક ગ્લેશિયરને ગુમાવવાનું દુઃખ છલકાયું. આ અંતિમ વિધીમાં આઇસલેન્ડના વડાપ્રધાન કેટરિન જોકોબસ્દોતિયરના નેતૃત્વમાં મંત્રીઓના સમૂહએ પણ ગ્લેશિયરને શ્રદ્ધાંજલિ આપી હતી. ઓકજોકુલ પહેલો ગ્લેશિયર છે જેને સત્તાવાર રીતે સમાપ્ત થયાનું જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 200 વર્ષમાં વિશ્વના તમામ પ્રમુખ ગ્લેશિયરનો અંત આવો જ હશે તેવી આશંકા દર્શાવાઈ છે. ગ્લેશિયરના શોકમાં કાંસ્ય પત્રિકાનું અનાવરણ કરવામાં આવ્યું જેમાં તેની વર્તમાન સ્થિતિ દર્શાવાઈ અને સાથે જ બાકીના ગ્લેશિયરના ભવિષ્યને લઈ ચેતવણી આપવામાં આવી. ઓકજોકુલ ગ્લેશિયરની પરિસ્થિતીને લઈને નિષ્ણાંતોએ જુલાઈ માસમાં જ આગાહી કરી હતી. જેમાં જણાવાયું હતુ કે જળવાયુ પરિવર્તનના કારણે પોતાની ઓળખ ગુમાવનાર ઓકજોકુલ પહેલો ગ્લેશિયર હશે.

ઓકજોકુલ ગ્લેશિયર આઈસલેન્ડના પશ્ચિમી સબ આર્કટિકના ભાગમાં ઓક જ્વાળામુખી પણ હતો. છેલ્લા કેટલાક વર્ષોથી તે સતત ઓગળી રહ્યો હતો. જેથી તેના નાશ થવા અંગે આશંકા સેવાઇ રહી હતી. 1901માં ઓકજોકુલ 38 સ્કવેર ફીટ કિલોમીટરમાં ફેલાયેલો હતો હવે તે ઘટી અને 1 સ્ક્વેયર કિલોમીટરનો થઈ ચુક્યો છે.

સેટેલાઈટ ઈમેજમાં ગ્લેશિયરની 14 સપ્ટેમ્બર 1986ની તસવીરો દેખાડવામાં આવી હતી.જ્યારે કે બીજી તસવીર બતાવાઇ છે 1 ઓગષ્ટ, 2019ની.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભવિષ્યમાં આવનારા જોખમોની શરૂઆત થઈ ચુકી છે. વૈજ્ઞાનિકોની એક ટીમ એ ભવિષ્યમાં આઈસલેન્ડના 400 ગ્લેશિયર પણ આ રીતે જ નાશ પામશે તેવી ચેતવણી આપી છે. દર વર્ષે આઈસલેન્ડમાં અંદાજે 11 બિલિયન ટન બરફ ઓગળે છે. ઈંટરનેશનલ યૂનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચરના અનુમાન અનુસાર જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આટલી ઝડપથી થતું રહ્યું તો 2100 સુધીમાં વિશ્વના અડધાથી વધારે ગ્લેશિયર ઓગળી જશે.

READ ALSO

Related posts

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!