GSTV
Home » News » દિકરીના બુર્ખો પહેરવા પર ટ્રોલ થયા એ આર રહેમાન, ટ્વીટ કરી આપી દીધો આવો જવાબ

દિકરીના બુર્ખો પહેરવા પર ટ્રોલ થયા એ આર રહેમાન, ટ્વીટ કરી આપી દીધો આવો જવાબ

ઓસ્કર વિજેતા સંગીતકાર એ આર રહેમાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. હકીકતમાં રહેમાનની ફિલ્મ સ્લમડોગ મિલિનિયરના સંગીતને 10 વર્ષ પૂરા થાવાને સેલેબ્રેટ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ કાર્યક્રમની એક તસ્વીરને લઈને એ આર રહેમાનને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તસ્વીરમાં રહેમાન પોતાની દિકરી ખાતીજાની સાથે જોવા મળ્યા હતા. પરંતુ તસ્વીરમાં ખાતીજા બુર્ખો પહેરીને જોવા મળી. પછી રહેમાનના ફોન્સે તેને આ વાત પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

એક યૂઝરે ટ્વીટ કરતા જણાવ્યું, જ્યારે ચહેરો જ નહતો બતાવવો તો બીચારીને ફોટો શૂટમાં કેમ શામિલ કરી છે ભાઈ સહાબ… ખાલી પૂછી રહ્યો છું.

એક યૂઝરએ લખ્યું- ખાતીજા તમે બુર્ખો કેમ પહેર્યો છે. એક યૂઝરએ લખ્યું આંખ પણ દેખાઈ રહી છે તેને પણ ઢાંકી લો. એક યૂઝરે લખ્યું ખાતીજાને ટેન્ટમાં કેમ રાખવામાં આવી છે.

ટ્રોલિંગના જવાબમાં રહેમાને તસ્વીર ટ્વીટ કરતા જણાવ્યું, ‘નીતી અંબાણી સાથે મારી ફેમિલીના મહત્વપૂર્ણ મહિલાઓ, ખાતીમા, રહીમા અને સાયરા. #freedomtochoose’ આટલું જ નહીં ખાતીજાએ પણ કહ્યું કે તેમને કોઈએ પરદો રાખવા માટે મજબુર નથી કરી. ખાતીજાએ કહ્યું કે તેમનો પરદો રાખવાથી તેમના માતા-પિતાને કોઈ લેવા દેવા નથી.

તમને જણાવી દઈએ કે ફિલ્મ સ્લમડોગ મિલિનિયરના સંગીતને 10 વર્ષ પૂરા થવાના અવસર પર તેમણે પોતાના પિતા પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી, ખાતીજાએ કહ્યું હતું કે, ‘આ દુનિયામાં તમને તમારા સંગીત અને મળેલા અવોર્ડ્સના કારણે નવી ઓળખ મળી છે, તમને તેના કારણે જ જાણવામાં આવે છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમારું ખૂબ સમ્માન કરું છું તે સંસ્કારોના કારણે જે તમે અમને આપ્યા છે.’

Read Also

Related posts

ઑસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડીને થયુ છે કેન્સર, 5 સપ્તાહથી લડી રહ્યા છે મોત સામે જંગ

Mansi Patel

કારગીલમાં ફરજ બજાવતા ખેરાલુનો જવાન શહિદ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Riyaz Parmar

વાડી પોલીસ દ્વારા ફરિયાદમાં કાર્યવાહી ન કરતા કલેક્ટર કચેરીમાં પુજારીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!