અમદાવાદમાં એક તરફી પ્રેમીએ યુવતીને આ રીતે બદનામ કરવાનું કર્યું કારસ્તાન

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટાગ્રામ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને બદનામ કરવાના હેતુથી મેસેજ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમે બાપુનગરથી આરોપી હર્ષ જુલાસણાની ધરપકડ કરી છે. આરોપીને ફરિયાદી યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. જો કે ફરિયાદીને બદનામ કરવાના હેતુથી બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું.

આરોપી હર્ષ જુલાસણા પણ જે યુવતીના એક તરફી પ્રેમમાં હતો તે યુવતીને બદનામ કરવા માટે ફરિયાદીના ફોટો પ્રોફાઇલમાં રાખીને અલગ અલગ નામની આઇડી બનાવી હતી. અને તે આઇડી પરથી તેના મિત્રો અને સગા સંબંધીઓને બીભત્સ મેસેજ કરતો હતો. પોલીસએ આ સમગ્ર મામલામાં હાલમાં આરોપીઓ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter