ડિઝાસ્ટર વિભાગ રાહત કમિશનરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ

કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા ગુજરાતના પ્રજાજનો ચાતક નજરે મેહુલાના આગમનની રાહ જોઇ રહ્યા છે. ચાલુ સપ્તાહે ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઇ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યના ડિઝાસ્ટર વિભાગ રાહત કમિશનરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ હતી. જેમાં હવામાન વિભાગના અધિકારીઓ.

એનડીઆરએફ. તેમજ કૃષિ વિભાગ સહિત અન્ય વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદને લઇને સરકાર અને સંલગ્ન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. રાજ્યમાં એનડીઆરએફની 11 ટીમ કાર્યરત રહેશે. જે પૈકી અમદાવાદ. વડોદરા અને ગાંધીનગરમાં એનડીઆરએફની રેસક્યુ ટીમને હાજર રાખવામાં આવશે.

બેઠક બાદ હવામાન વિભાગના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આગામી 10 તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે છે. અરેબિયન સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ થશે. આ વર્ષે દેશમાં 97 ટકા વરસાદ થવાની આગાહી છે. જો કે ગુજરાતમાં 99 ટકા વરસાદ પડવાની આગાહી કરાઇ છે. રાજયના રાહત કમિશનરે જણાવ્યું હતું કે હવેથી ચોમાસા સુધી દર મંગળવારે હવામાન વિભાગની બેઠક યોજાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter