GSTV

વડાપ્રધાન સાથે ફાઈટ કરવા માગે છે આ સાંસદ, કહ્યુ હારી જઈશ તો રાજીનામું આપીશ, જીતી જઈશ તો 3 માગ પુરી કરવી પડશે

Last Updated on August 25, 2021 by Pravin Makwana

થાઈલેન્ડના સાંસદે પ્રધાનમંત્રી પ્રયુત ચાનો ચાને ચેલેન્જ આપતા કહ્યુ છે કે, તેઓ થાઈલેન્ડની પરંપરાગત માર્શલ આર્ટ્સ Muay Thai આમને સામને ટક્કર આપે. 40 વર્ષિય સાંસદ Mongkolkit Suksintharanonનું કહેવુ છે કે, હારી જશે તો પોતાના પદેથી રાજીનામુ આપી દેશે. અને જીતી ગયો તો પ્રધાનમંત્રીએ તેમની 3 માગ પુરી કરવી પડશે.

મોંગ્કોલકિટે પોતાની ફેસબુક પોસ્ટ સહારે આ જાહેરાત કરી હતી. જેમાં એક અઠવાડીયાથી ફાઈટનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઉપરાંત તે સો. મીડિયા પર જિમમાં ટ્રેનિંગ લેતા હોય તેવી તસ્વીર અને વીડિયો પણ શેર કરતા રહે છે. આ અગાઉ પણ પોતાના નિવેદનને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા છે આ સાંસદ.

ચેલેન્જ આપનારા સાંસદ

તેમની માગ છે કે, જુગાર, સેક્સ વર્ક અને સેક્સ ટોય્ઝને થાઈલેન્ડમાં કાયદેસર કરવા જોઈએ. સો. મીડિયા પર પણ તેઓ ખૂબ એક્ટિવ રહે છે. તેમનો અપ્રોચ પરંપરાગત સભ્યોથી થોડો અલગ છે. થાઈલેન્ડના યુવાનોમાં તે ખૂબ લોકપ્રિય રાજનેતા છે.

હકીકતમાં જોઈએ તો, કોરોનાના કારણે થાઈલેન્ડના વડાપ્રધાનની મુશ્કેલી વધી ગઈ છે. થાઈલેન્ડે ચીનની વેક્સિન સિનોવૈક પર વિશ્વાસ મુક્યો છે. જેને લઈને થાઈલેન્ડમાં વેક્સિનનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યુ છે. જેના કારણે સરકાર અને પ્રશાસન પર કેટલાય ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે.

વડાપ્રધાન

મોંગ્કોલકિટનું કહેવુ છે કે, તે પીએમ સાથે ફાઈટ કરવા માગે છે. જો તેઓ વડાપ્રધાન સાથે ફાઈટમાં જીતી જાય તો સરકારે તેમની ત્રણ માગ પુરી કરવી પડશે. તેઓ ઈચ્છે છે કે, સરકાર થાઈલેન્ડના લોકો માટે મોર્ડેના અને ફાઈઝર જેવી વેક્સિનની મગાવાની વ્યવસ્થા કરે.

આ ઉપરાંત એ લોકોને પણ આર્થિક રીતે મદદ કરે, જેમના પરિવારનું કોરોનાના કારણે મોત થઈ ગયુ છે. કોરોનાથી સાજા થયેલા લોકો માટે રાહતની જાહેરાત થાય. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, મારે પર્સનલી વડાપ્રધાન સાથે કોઈ દુશ્મની નથી. પણ આ જવાબદારીની વાત છે. મારે લોકો માટે કંઈને કંઈ કરવુ છે. મારી અને પીએમની લંબાઈ સમાન છે. વજન પણ સરખો છે. વડાપ્રધાન મારાથી 27 વર્ષ મોટા છે. એટલે તેઓ ફાઈટમાં ફક્ત હાથનો ઉપયોગ કરી શકશે.

આ ઘટના બાદ અમુક સાંસદો કહી રહ્યા છે તેઓ વડાપ્રધાનને ધમકી આપી રહ્યા છે. આ ગેરકાયદેસર છે. જ્યારે ચેલેન્જ આપનારા સાંસદનું કહેવુ છે કે, તેમાં કંઈ ખોટુ નથી, આતો મરદની વાત છે.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!