GSTV

અમદાવાદના ઘાટલોડિયામાં થયેલા લૂંટના પ્રયાસમાં એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

અમદાવાદના ઘાટલોડિયામાં IIFL ગોલ્ડ લોનની ઓફિસમાં લૂંટના પ્રયાસ મામલે પોલીસ પર પણ છાંટા ઉટ્યા છે. ઘાટલોડિયા પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. અને આ આરોપી બીજું કોઈ નહીં પણ ગજેન્દ્રસિંહ નામનો પોલીસ કોન્સ્ટેબલ છે. ગજેન્દ્રસિંહ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે. રાજસ્થાનથી રિવોલ્વર લાવવામાં ગજેન્દ્રસિંહે મદદ કરી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

શું હતી ઘટના ?

અમદાવાદના ઘાટલોડિયાના કે.કે.નગરમાં સમર્પણ ટાવરમાં આવેલી ફાયનાન્સ કંપની ઇન્ડિયા ઇન્ફોલાઇનમાં ધોળેદહાડે ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કરાયો. એકટીવા પર બેંક ગ્રાહક બનીને આવેલા શખ્સે હેલમેટ પહેરી હતી અને બાદમાં ફાયનાન્સ કંપનીના કર્મચારી સામે બંદૂક તાકીને થેલી ધરીને રૂપિયા ભરી દેવા ધમકી આપી.

આ સમયે બેંકના મેનેજરે કાચનો ગ્લાસ લૂંટારુ શખ્સના મોં પર મારતા તેનું ધ્યાન ભટકી ગયું હતું. જેથી બેંકના અન્ય કર્મચારીઓ તેના પર તૂટી પડ્યા હતા. જો કે આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં આરોપીએ એક રાઉન્ડ ફાયર પણ કરી દીધુ હતું. જો કે આ ફાયરિંગમાં કોઇને ઇજા પહોંચી નથી. આ ઘટના બાદ પોલીસે આવીને આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!