GSTV
Gandhinagar ગુજરાત

ગાંધીનગર / ખનીજ ચોરીનો 1.92 લાખનો દંડ ન ભર્યો, માટી ચોરનાર  ડમ્પર ચાલક અને માલિક સામે પોલીસ ફરિયાદ 

ગાંધીનગર  રાજ્યનું પાટનગર હોવા છતાં જિલ્લામાં નદીઓમાંથી રેતી ચોરી અને સરકારી જમીનમાંથી માટીની ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. માફિયા દ્વારા બેરોક ટોકપણે સરકારની સંપત્તિને લૂંટવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા ઝુંડાલ પાસે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને અહીં કોઈપણ પ્રકારની પાસ પરમિટ વગરના માટી ભરેલા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. 

અડાલજ પાસે આ માટીનો સંગ્રહ કરવામાં આવતો હતો. જેના પગલે  વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ડમ્પરનો ચાલક મુકેશ ગંભીરજી ઠાકોર રહે સાબરમતી હોવાનું તેમજ તેના માલિક લાલાભાઇ વણઝારા રહે ગાંધીવાસ મોટેરા હોવાનું બહાર આવ્યું હતું. જેથી ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ કરીને આ માટી ચોરી બદલ 1.90 લાખ રૂપિયાનો દંડ ભરી જવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ કચેરીમાં દંડ ભરવામાં આવ્યો ન હતો ત્યારબાદ વધુ દસ દિવસની નોટિસ ફટ કરવામાં આવી હતી.

જોકે દંડ નહીં ભરાતા આખરે ભૂસ્તર વિભાગના માઈન્સ સુપરવાઇઝર રિઝવાન હુસેન રફીકમિયા બુખારી દ્વારા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ચોરી અને ગુજરાત ખનીજ ધારા હેઠળ ડ્રાઇવર અને ડમ્પરના માલિક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધવું રહેશે કે ભૂસ્તર તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ગુના દાખલ કરવાની કાર્યવાહીના પગલે માફિયાઓમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

pratikshah

નો પોલિટિક્સ, પ્લીઝ! સર્વત્ર સરેરાશ 52 સભા- રેલીઓ છતાં મતદારોનું ઉંહું! રાજકોટ જિલ્લાની આઠ બેઠક કબજે કરવા પક્ષોની અગ્નિપરીક્ષા

pratikshah
GSTV