GSTV

Viral Video: જીવતા ઉંદરના શરીર પર ઉગ્યો છોડ, જોઈને ચકરાઈ જશો

Last Updated on August 18, 2018 by

એક વિચિત્ર ઉંદર જેના પર છોડ ઉગી ગયો છે. આ વિચિત્ર ઉંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પહેલા ક્યારેય આ ચમત્કાર જોયો નહીં હોય. દાતારસિંહ નામના એક વ્યક્તિએ આ ઉંદરનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જોતજોતામાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. તમે પણ વિચારમાં પડી ગયા કે જે છોડ જમીન પર માટીમાં ઉગવો જોઈએ તે ઉંદરની પીઠ પર કેવીરીતે ઉગ્યો?

વીડિયોમાં સ્પષ્ટ રીતે બતાવાઈ રહ્યું છે કે આ ઉંદર શાંતિથી ચાલી શકતો નથી. આ છોડ ઉંદરની ગરદનથી માટીમં ઉગ્યો છે. મધ્ય પ્રદેશના વડનગર વિસ્તારની એક કૉલેજમાં બાયોલોજીના વિભાગના અધ્યક્ષ પ્રોફેસર એ.સિદ્દીકીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. પરંતુ સૌથી મોટો યક્ષપ્રશ્ન એ છે કે શું કોઈ મનુષ્ય અથવા પ્રાણીના શરીર પર છોડ ઉગી શકે છે? નિશ્ચિત રીતે તમે આ સવાલ સાંભળશો તો તમને સાંભળવામાં આશ્ચર્ય લાગશે. ખરેખર આ શક્ય નથી પરંતુ ‘ધ સન’ની રિપોર્ટ માનીએતો મધ્ય પ્રદેશમાં એક જીવતા ઉંદરના શરીર પર છોડ ઉગી ગયો છે.

આખા મધ્ય પ્રદેશમાં આ ઉંદરની ચર્ચા થઈ રહી છે. અહીં રતલામના નાયન ગામમાં ઉંદર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. જાણકારી મુજબ, અહીં રહેતા એક ખેડૂત દાતારસિંહે થોડા દિવસ પહેલા સોયાબિનની ખેતી માટે પોતાના ખેતરમાં તેના બીજ રોપ્યા હતાં. ગઈ 7 ઓગષ્ટે તેઓ ફરીથી પોતાના ખેતરમાં જ્યારે જંતુનાશક નાખવા પહોચ્યા ત્યારે આ ઉંદરને જોઈ તેઓ હેરાન થઈ ગયા હતાં. તેમની નજર સામે એક જીવતો ઉંદર હતો, જેના શરીર પર સોયાબિનનો છોડ ઉગી ગયો હતો.

આ ઉંદર યોગ્ય રીતે ચાલી શકતુ નહતું. છોડ ઉંદરના ગળામાંથી થઈ માટીમાં ઉગ્યો હતો અને ઉંદર તેની વચ્ચે ભરાઈ ગયો હતો. દાતારસિંહે આ ઉંદરનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ ઉંદર ગળાની ગરદન પાસે ઉગી ગયો હતો. પરંતુ તેનુ મગજ ડેમેજ થયુ નહતું. નિષ્ણાંતોનુ માનીએ તો વાવણીના સમયે કદાચ ઉંદર ખેતરમાં ઘાયલ થઈ ગયો હતો અને તેની ઈજામાં સોયાબિન દબાઈ ગયુ હતું.

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

સચિન બનશે રાજસ્થાનનો CM? : પાઈલટની રાહુલ-પ્રિયંકા સાથેની મુલાકાત પછી રાજસ્થાનનું રાજકારણ ગરમ, પંજાબવાળી થવાની શક્યતા

Pritesh Mehta

UPSC Result Declared: યુપીએસસીએ જાહેર કર્યું સિવિલ સર્વિસ 2020નું ફાઇનલ લિસ્ટ, 761 ઉમેદવારો થયા સિલેક્ટ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!