GSTV

423 પ્રવાસીઓને લઈ વુહાનથી એર ઈન્ડિયાના જંબો 747 વિમાનનું દિલ્હીમાં આગમન

કોરોના વાયરસની દહેશત વચ્ચે ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીય લોકોને લઈ એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી આવી ગયુ છે. એર ઈન્ડિયાનું ડબલ ડેકર જંબો 747 વિમાનમાં 423 પ્રવાસીઓ સવાર હતા. અને તે વિમાન ચીનના વુહાનથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના પાંચ તબીબોની ટીમ પણ હતી. આ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફ પણ હાજર હતો. જેમની પાસે જરૂરી દવા, માસ્ક, ઓવરકોટ અને પેકિંગ કરવામાં આવેલુ ભોજન રાખવામાં આવ્યુ હતુ.

ચીનના હુબેઈ પ્રાંત કોરોના વાયરસનો મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે..જે વુહાન પ્રાંતની રાજધાની છે. જ્યાં લગભગ 700 ભારતીયો વસે છે..જેમાં મોટાભાગના મેડિકલના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત રિસર્સ સ્કોલર્સ છે. ચીનમાં નવા વર્ષની ઉજવણીની રજાઓને જોતા કેટલાય લોકો પહેલાથઈ જ ભારત આવી ચુક્યા છે. સ્થાનિક હવાઈ મથકને બંધ કરી દેવામાં આવ્યા છે.પરંતુ છેલ્લા બે દિવસથી વિવિધ દેશોના વિમાનો માટે એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યુ છે. જેથી વિવિધ દેશની સરકાર પોતાના દેશના નાગરિકોને એરલિફ્ટ કરાવી શકે.

વૈશ્વિક ઇમર્જન્સી એટલે શું?

જ્યારે કોઈ રોગચાળો વિશ્વના ઘણા ભાગોમાં ફેલાવાની શક્યતા હોય ત્યારે ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સી જાહેર કરવામાં આવે છે. ચીનથી શરૂ થયેલો વાઈરસ બે ડઝન દેશોમાં પહોંચી ગયો છે. વધુ ફેલાય એવી પુરી શક્યતા છે. માટે ગંભીરતા દાખવીને હેલ્થ ઑર્ગેનાઈઝેશને આખા વિશ્વને ચેતવણી આપી છે. ઇમર્જન્સી જાહેર થયા પછી બધા દેશો વાઈરસ અંગેની માહિતીની આપ-લે પણ કરશે.

ચીનને મોટું નુકસાન થશે

અનેક દેશોએ પોતાના પ્રવાસીઓને ચીન ન જવાનું કહ્યું છે. એપલ સહિતની ઘણી કંપનીઓના ઉત્પાદન યુનિટ ચીનમાં છે, જે બંધ કર્યા છે અથવા કરવાના છે. અનેક એરલાઈન્સે ચીનની ફ્લાઈટો બંધ કરી દીધી છે. હવે વાઈરસ ગ્લોબલ ઈમર્જન્સી જાહેર થતા સત્તાવાર રીતે અનેક દેશો ચીન સાથેની આવન-જાવન બંધ કરશે. ખાસ તો રોગચાળા સામે લડવાની ચીનની શક્તિ નથી એવી છાપ વિશ્વમાં પડી રહી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel

ધૌલપુરમાં દેહવિક્રયના કાળા ધંધાનો પર્દાફાશ, પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવી 21 બાળાઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!