GSTV

ગુજરાતની એક એવી જગ્યાએ જ્યાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને હેલમેટ આપવામાં આવે છે

Last Updated on December 2, 2019 by Mayur

નવસારીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને હેલમેટ આપવામાં આવ્યા. ભારત સરકારે ટ્રાફિક નિયમના કાયદાના દંડમાં જંગી વાધારો કર્યો છે. જેમા નવસારી શહેરમાં ટ્રાફિકનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં લોકો પાસેથી 22 લાખ કરતા વધારે દંડ વસુલાયો છે.

આજે નવસારી જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા અને ધારાસભ્ય પીયુષ દેસાઈની ઉપસ્થિતિમાં હેલમેટ વગરના બાઈક ચાલકોને અટકાવાયા અને તેમને દંડના બદલે 500 રૂપિયા લઈને તેમને હેલમેટ આપાવામાં આવ્યું. જોકે એક વ્યક્તિએ હેલમેટની કોઈ જરૂર નથી તેમ કહીને વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ ધારાસભ્ય અને પોલીસે તેમને સમજાવ્યા બાદ તેમણે પણ હેલ્મેટ ખરીદ્યુ હતું.

મહત્વનું છે કે નવસારીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે હાથ ધરાયેલા દંડને બદલે હેલમેટ આપવાના અભિયાનને મોટાભગના શહેરીજનોએ આવકાર્યો હતો. જ્યારે કેટલાક લોકો શહેરમાં હેલ્મેટની કોઈ જરૂર નથી તેવું કહીને આક્રોશ ઠાલવ્યો હતો.

READ ALSO

Related posts

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!