GSTV
Gujarat Government Advertisement

જાણવા જેવું/ કોરોનાથી સ્વસ્થ થનાર વ્યક્તિએ વેક્સિનનો બીજો ડોઝ લેવો જોઇએ કે નહી? જાણો શું કહે છે નવી સ્ટડી

વેક્સિન

Last Updated on May 4, 2021 by Bansari

દુનિયાભરમાં કોરોનાની વેક્સિનને લઇને અનેક સ્ટડીઝ ચાલી રહી છે અને નવી-નવી વાતો સામે આવી રહી છે. અત્યાર સુધી એવુ માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની સામે એન્ટીબોડી બનાવવા માટે વેક્સિનના બે ડોઝ જરૂરી છે. પરંતુ હવે એક સ્ટડીમાં નવી વાત સામે આવી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુકયા છે, તેમની ઉપર વેક્સીનનો એક ડોઝ પૂરતો છે. આવા લોકો પર વેક્સિનનો એક ડોઝ જ કોરોનાની સામે પૂરતુ પ્રોટેક્શન આપવામાં કારગર છે.

વેક્સિન

વૈજ્ઞાનિકોએ આ સ્ટડી સાઉથ આફ્રીકન વેરિએન્ટ પર કરી

આ સ્ટડીને લંડનની ઇંપીરિયલ કોલેજ, ક્વીન મેરી યુનિવર્સિટી અને યુનિવર્સિટી કોલેજના વૈજ્ઞાનિકોએ મળીને કરી છે. આ સ્ટડી એક સાયંસ જર્નલમાં છપાઇ છે. સ્ટડીમાં દાવો છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, તેમનામાં વેક્સીનના એક ડોઝથી જ પૂરતી એન્ટીબોડી બની ગઇ. વૈજ્ઞાનિકોએ આ સ્ટડી સાઉથ આફ્રીકન વેરિએન્ટ પર કરી હતી. તેમને આશા છે કે બ્રાઝીલ વેરિએન્ટ (P.1) અને ઇન્ડિયન વેરિએન્ટ (B.1.617 અને B.1.618) પર પણ અસરકારક હોઇ શકે છે.

સ્ટડી માટે વૈજ્ઞાનિકોએ ફાઇઝર-બાયોએનટેકની વેક્સીનનો ઉપયોગ કર્યો. તેમને જાણવા મળ્યું કે જે લોકો પહેલા કોરોના સંક્રમિત થઇ ચુક્યા હતા અને જેનામાં કોરોનાના મામૂલી લક્ષણ હતા અથવા લક્ષણ ન હતા, તેમના પર વેક્સિનના એક જ ડોઝ કેંટ અને સાઉથ આફ્રિકન વેરિએન્ટની સામે અસરદાર જોવા મળી. સાથે જ જે લોકો કોરોનાથી પહેલા સંક્રમિત થયા ન હતા, તેમાં પહેલા ડોઝ બાદ ઇમ્યુનિટી ઓછી હતી અને તેના વાયરસથી સંક્રમિત થવાનો ખતરો હતો.

વેક્સિન

લોકોને વેક્સીનનો બીજો ડોઝ લેવો જરૂરી

ઇંપીરિયલ કોલેજના પ્રોફેસર રોઝમેર બોયટને જણાવ્યું, અમારી સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લાગ્યો અને જેને પહેલા સંક્રમણ નથી થયું, તેમને કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થવાનો ખતરો છે. તેમણે કહ્યું કે તેથી લોકોને વેક્સીનનો બીજો ડોઝ લેવો જરૂરી છે.

તેમણે કહ્યું કે, કોરોનાના નવા-નવા સ્ટ્રેન સામે આવી રહ્યાં છે. તેવામાં જરૂરી છે કે વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવવામા આવે. તેથી જે લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચુક્યા છે, તેમને વેક્સિનનો એક ડોઝ જ લગાવીને ઇમ્યુન કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!