GSTV
Home » News » શિલ્પા શેટ્ટીની માતા સામે સુરતમાં નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરાયુ, આવો છે ગંભીર આરોપ

શિલ્પા શેટ્ટીની માતા સામે સુરતમાં નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરાયુ, આવો છે ગંભીર આરોપ

પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદાને કોર્ટનું નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરાયુ છે. અને આગામી 30મી તારીખે સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. નોંધનીય છેકે વર્ષ 2003માં પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ મોડલિંગ કર્યુ હતું. આ માટે પેમેન્ટ ચૂકવાયુ હતું. પરંતુ કરારની તારીખ પૂર્ણ થયા બાદ પણ પ્રફુલ્લ સાડીની શિલ્પા શેટ્ટીની એડ ચાલુ રહેતા શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ એડ બંધ કરવા અને બાકી પેમેન્ટની માંગણી કરી હતી.

જે અંગે ફરિયાદી પંકજ અગ્રવાલે વર્ષ 2003માં સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સુન્નદા શેટ્ટીએ અંડર વર્લ્ડ ડોન ફજલુ રહેમાન થકી ખંડણીની માગણી કરી હતી. જે અંગે સુનંદા શેટ્ટીએ કોર્ટમાં કેસ ન ડિસ્ચાર્જ અરજી મૂકી હતી. જેને રદ કરવામાં આવી છે. અને સુરત કોર્ટે સુનંદા શેટ્ટી સામેના કેસના ચાર્જફ્રેમ માટે 30મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યા છે.

READ ALSO

Related posts

પરિક્ષામાં સાંસદે અપનાવ્યો ચોરી કરી કરવાનો અનોખો નુસ્ખો, ખુલાસો થતા સમગ્ર દેશમાં મચ્યો હડકંપ

pratik shah

આગામી બે દિવસ સુધી ગુજરાતના આ 6 જિલ્લામાં વરસાદ પડવાની છે આગાહી, ખેડૂતો ફસાયા

Nilesh Jethva

સોશિયલ મીડિયા સાથે આધાર લિંક કરવા મામલે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, મોદી સરકારે આપ્યો આ જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!