GSTV
Home » News » ‘મૈં ભી ચોકીદાર’માં નવો વળાંક, BJP 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ

‘મૈં ભી ચોકીદાર’માં નવો વળાંક, BJP 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ

modi

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું. ત્યારપછી રાફેલ મુદ્દે ચોરાયેલી ફાઇલ તેમજ અનેક મુદ્દે પીએમ મોદીને ઘેરતા કોંગ્રેસે નારો આપ્યો હતો કે ચોકીદાર ચોર છે. જો કે આજકાલ ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની ગઇ છે. તેમજ આ મામલે રાહુલ ગાંધીએ પણ ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી ભાજપનાં તમામ નેતાઓ-કાર્યકરો પોતાને ચોકીદાર ગણાવી રહ્યા છે. જેનાં ભાગરૂપે પીએમ મોદી, અમિત શાહ સહિતનાં નેતાઓએ પોતાનાં ટ્વિટર હેન્ડ્લ પર નામ બદલીને મેં ભી ચોકીદાર એવું નામ આપ્યું હતું. તેથી ચોકાદીરની રાજનિતીમાં ગરમાવો આવ્યો છે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે હું પણ ચોકીદાર અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર  આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, દેશમાં ચોકીદાર અભિયાન આજે જન આંદોલન બન્યુ છે. દેશના તમામ લોકો ચોકીદાર અભિયાન સાથે જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો જામીન પર છે તેઓ ચોકીદાર અભિયાનથી પરેશાન થયા છે. જેમણે દેશના કરોડો ગરીબોને લૂંટ્યા છે તેઓ ચોકીદાર અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસના શાસનમાં મોટા કૌભાંડ કરવામાં આવ્યા અને દેશની ગરીબ જનતાને લૂંટવામાં આવી. ત્યારે ભાજપે 500 સ્થળ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીના હું પણ ચોકીદાર અભિયાનની શરૂઆત કરાવવાનો નિર્ણય  લીધો છે. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે, જે લોકો  જેએનયુમાં ટુકડા ગેંગને સમર્થન આપે છે તેઓ ભાજપ પર ટિપ્પણી કરી રહ્યા છે. જેથી રાહુલ ગાંધી દેશની જનતા પાસે માફી માગે.

READ ALSO

Related posts

પ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Mayur

સ્ટેજ પર રેસલર પતિની સામે જ વિરોધી ખેલાડીને પત્ની કરવા લાગી કિસ, જુઓ આ વીડિયો

Bansari

ભારતમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે પાકિસ્તાને આ સંગઠનો સાથે મિલાવ્યા હાથ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!