GSTV

નવો રેકોર્ડ / પીએમ ના જન્મદિવસના શુભ અવસર પર બન્યો વેક્સિનેશનનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં લાગ્યા 2 કરોડથી વધુ ટીકા…

Last Updated on September 17, 2021 by GSTV Web Desk

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસર પાર આજે દેશે રસીકરણ અભિયાન ક્ષેત્રે એક નવો રેકોર્ડ સર્જ્યો છે. એક જ દિવસમાં પહેલીવાર બે કરોડથી પણ વધુ કોરોનાની રસી આપવામાં આવી છે. રસીકરણ અભિયાન હજી પણ ચાલી રહ્યું છે અને તમામ રાજ્યો વધુમાં વધુ લોકો કોરોના રસી લે તેવો પ્રયાસ કરી રહ્યા છે. કો-વિન પ્લેટફોર્મ મારફતે આજે 20 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

કો-વિનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સવારથી લઈને સાંજના 5 વાગ્યા સુધી 20 મિલિયન જેટલા લોકોને રસી આપવામાં આવી છે. આ પહેલી વાર છે કે, જ્યારે એક જ દિવસમાં આટલા લોકોએ વેક્સીન લીધી હોય. સત્તાવાર સૂત્રોનું કહેવું એવું છે કે, સરકાર ઓક્ટોબર ના મધ્ય સુધીમાં એક અબજ લોકોનું વેક્સિનેશન થવાની ઉમ્મીદ લગાવી રહી છે.

આ આંકડાની ગણતરીમાં પહેલો અને બીજો બંને ડોઝ શામેલ છે. શુક્રવારે રાતના 01:40 વાગ્યે વેક્સિનેશનનો આંકડો 1 કરોડ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ આ આંકડો 1.50 કરોડ સુધી પહોંચવામાં માત્ર 100 મિનિટનો સમય લાગ્યો હતો. ત્યારબાદ સાંજના 4 વાગ્યાની આસપાસ આ આંકડો 1.75 કરોડની આસપાસ પહોંચ્યો હતો.

જન્મદિવસ

ગયા વર્ષે જ્યારે કોરોના સંક્રમણે લોકોને પોતાના શિકાર બનાવ્યા ત્યારે ભારત સહિત અન્ય દેશોના વૈજ્ઞાનિકો પણ આ કોરોનાને અટકાવવા માટેની રસી બનાવવામાં રોકાયા. વૈજ્ઞાનિકોએ રોગચાળાની ગંભીરતાને જોતા એક જ વર્ષની અંદર આ રસી બનાવવામાં સફળતા મેળવી હતી. આપણા દેશમાં બાયોટેકની કોવેક્સિન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને રશિયાના સ્પુતનિક-વી હાલ રસી આપવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં ઘણી બધી કંપનીઓની રસી બજારમાં આવે તેવી સંભાવના છે.

દિગ્ગજો દ્વારા અપાઈ જન્મદિવસની શુભેચ્છા :

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટવીટરના માધ્યમથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જેવા દિગ્ગજ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસ પર વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે, તેમનું સ્વાસ્થ્ય આમ જ નિરોગી રહે અને તે આગળ પણ આવી જ રીતે દેશની પ્રજાના હિતમાં પોતાની ફરજ બજાવતા રહે.

શાહનવાઝ હુસૈને પણ માંગી પીએમ મોદી માટે દુઆ :

બિહાર સરકારના મંત્રી શાહનવાઝ હુસૈને પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પટના હાઈકોર્ટના મઝાર ખાતે પ્રાર્થના કરી હતી. શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન હોવાનો રેકોર્ડ તોડી નાખશે.

જન્મદિવસ

હોડી પર 71 કેક મૂકીને કરવામાં આવી પીએમના જન્મદિવસની ઉજવણી :

બિહારના દરભંગામાં માછીમાર સમુદાયના નેતા એમએલસી અર્જુન સાહનીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દરભંગા શહેરના હરાહી તળાવની વચ્ચે પાણીની અંદરની બોટ પર કેક કાપીને પ્રધાનમંત્રીને અભિનંદન. વડાપ્રધાનના 71માં જન્મદિવસ નિમિત્તે 71 બોટ પર 71 કેક મૂકવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. તેમણે ખૂબ નાની ઉંમરે જ પોતાનું ઘર છોડી દીધું હતું અને ત્યારથી એકલા રહેવાનો પ્રયાસ કર્યો હતો.શરૂઆતમાં પીએમ મોદીએ આરએસએસ અને ત્યારબાદ ભાજપ માટે વિવિધ સ્તરે કામ કર્યું હતું. વર્ષ 2001માં તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2014 સુધી તે ગુજરાતના સીએમ હતા અને પછી દેશના વડા પ્રધાન બન્યા હતા અને હજુ પણ વડાપ્રધાન તરીકે ફરજ નિભાવે છે.

Read Also

Related posts

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana

એલર્ટ/ બસ એક ફોન કૉલ અને ખાલી થઇ જશે તમારુ બેંક એકાઉન્ટ, બચવું હોય તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Bansari

VIDEO: સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!