GSTV

અગત્યનું/ આજે લોન્ચ થઇ રહી છે નવી ઑનલાઇન ટેક્સ પેમેન્ટ સિસ્ટમ, જાણો તેમાં શું છે ખાસ

ટેક્સ

Last Updated on June 18, 2021 by Bansari

નવી ઓનલાઇન ટેક્સ પેમેન્ટ સિસ્ટમ આજે એટલે કે 18 જૂનથી એક્ટિવ થઇ રહી છે. સીબીડીટીએ તાજેતરમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ 18 જૂન 2021થી શરૂ કરવામાં આવશે જેથી કોઇપણ ટેક્સપેયર્સને અસુવિધા ન થાય. સીબીડીટી ઇનકમ ટેક્સ વિભાગ માટે નીતિ તૈયાર કરે છે અને ઇ-ફાઇલિંગ વેબસાઇટનો ઉપયોગ ટેક્સપેયર્સ પોતાનું ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અને વિભાગ સાથે અન્ય ટ્રાન્જેક્શન કરાવવા માટે કરે છે.

ટેક્સ

ટેક્સ પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ

સીબીડીટી અનુસાર નવી સિસ્ટમથી પરિચિત થવામાં થોડો સમય લાગી શકે છે. તેથી વિભાગ તમામ ટેક્સપેયર્સને ધીરજ રાખવા વિનંતી કરે છે. કારણ કે આ એક મોટો બદલાવ છે. નવી સિસ્ટમનો હેતુ ટેક્સપેયર્સને સુવિધાજનક અને આધુનિક, સહજ અનુભવ આપવાનો છે. આ સીબીડીટી દ્વારા પોતાના ટેક્સપેયર્સ અને હિતધારકોના અનુપાલનમાં સરળતા પ્રદાન કરવાની દિશામાં એક પહેલ છે. ટેક્સપેયર્સને તાત્કાલિકધોરણે રિફંડ જારી કરવા માટે નવુ ટેક્સપેયર-અનુકૂળ ઇનકમ ટેક્સ રિટર્ન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. નવુ પોર્ટલ www.incometax.gov.in છે.

ટેક્સ

જાણો આ ટેક્સ પેમેન્ટ સિસ્ટમમાં શું છે ખાસ

તેમાં ટેક્સપેયર્સ માટે આઇટીઆર 1,4 (ઓનલાઇન અને ઓફલાઇન) તથા આઇટીઆર 2 (ઓફલાઇન) ફાઇલ કરવામાં મદદ કરવા માટે ઇંટરેક્ટિવ પ્રશ્નો સાથે ફ્રી આઇટીઆર તૈયારી સોફ્ટવેર પણ છે અને આઇટીઆર 3,5,6,7ની તૈયારીની સુવિધા છે. ટેક્સપેયર વેતન, ગૃહ સંપત્તિ, વ્યવસાય/પ્રોફેશન સહિત આવકની કેટલીક ડિટેલ પ્રદાન કરવા માટે તમારી પ્રોફાઇલને એક્ટિવ રૂપે અપડેટ કરવામાં સક્ષમ હશે. જેનો ઉપયોગ નવા વેબ પોર્ટલમાં તમારા આઇટીઆરને પ્રી ફાઇલિંગમાં કરવામાં આવશે.

વેતન, આવક, વ્યાજ, લાભાંશ અને મૂડીગત લાભ સાથે પ્રી ફાઇલિંગની વિસ્તૃત ક્ષમતા ટીડીએસ (સ્ત્રોત પર ટેક્સ કપાત) અને એસએફટી (નાણાકીય લેવડદેવડની ડિટેલ) સ્ટેટમેન્ટ અપલોડ થયા બાદ ઉપલબ્ધ થશે. આવકવેરા ફોર્મ ફાઇલ કરવા, ટેક્સ પ્રોફેશનલ્સને જોડવા, નોટિસના જવાબને ફેસલેસ સ્ક્રૂટની અથવા અપીલમાં જમા કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!