GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

CBIમાં રાતોરાત બદલાઈ ગઈ તપાસ ટીમ, હવે આ અધિકારીઓનો થયો સમાવેશ

સીબીઆઈમાં ઘણાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સીબીઆઈએ કહ્યુ છે કે ઈન્ચાર્જ નિદેશક તરીકે નાગેવર રાવે મંગળવારે સાંજે જ પદભાર સંભાળી લીધો હતો. આલોક વર્મા અને રાકેશ અસ્થાના પર લાગેલા લાંચના આરોપોની તપાસ મામલે નવી તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. વર્મા અને અસ્થાના પાસેથી જવાબદારી પાછી લઈને તેમને રજા પર મોકલવામાં આવ્યા છે. સીબીઆઈએ કહ્યુ છે કે સીબીઆઈ મુખ્યમથકના કોઈ ફ્લોર અથવા ઓફિસને સીઝ કરવામાં આવ્યા નથી. સીબીઆઈ દ્વારા રાકેશ અસ્થાના સામે કરવામાં આવેલા તપાસ ટીમમાં સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર અરુણકુમાર શર્મા, એ. સાંઈ મનોહર વી. મુરુગેસન અને ડીઆઈજી અમિત કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સીબીઆઈમાં થોકબંધ બદલીઓ કરવામાં આવી છે. જેમાં સીબીઆઈ લાંચકાંડમાં સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે તપાસ કરી રહેલી ટીમના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સીબીઆઈના વચગાળાના નિદેશક તરીકે ચાર્જ સંભાળવનારા નાગેશ્વર રાવે આના સંદર્ભે એક બેઠક પણ કરી હતી અને તેમા અસ્થાનાના મામલે તપાસ કરી રહેલા અધિકારીઓને તલબ કરવામાં આવ્યા હતા. જેમાં ડીવાયએસપી સીબીઆઈ એ. કે. બસ્સીને પોર્ટબ્લેયર એસીબીમાં ડીવાયએસપી તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સીબીઆઈના એડિશનલ એસપી એસ. એસ. ગુમની જબલપુર એસીબીમાં બદલી કરવામાં આવી છે. આ સિવાય અસ્થાનાના મામલાની તપાસ કરી રહેલા સીબીઆઈના ડીઆઈજી મનીષ કુમાર સિંહા, તૌર્ન ગૌબા, જસબીરસિંહ, આનિશ પ્રસાદ, કે. આર. ચૌરસિયા, એચઓબી રામગોપાલ અને એસપી સતીષ ડાંગરની પણ બદલી કરવામાં આવી છે.

રાકેશ અસ્થાના પર લાંચકાંડમાં લાગેલા આરોપોની તપાસ કરી રહેલા અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં સીબીઆઈના ડીઆઈજી મનીષકુમાર સિંહા, ડીઆઈજી તૌર્ન ગૌબા, ડીઆઈજી જસબીરસિંહ, ડીઆઈજી અનિશ પ્રસાદ, ડીઆઈજી કે. આર. ચૌરસિયા, એચઓબી રામગોપાલ અને એસપી સતીષ ડાંગરની બદલીઓ કરવામાં આવી છે.

Related posts

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 72 કલાકમાં આ સ્થળોએ બદલાશે હવામાન

Mansi Patel

તમિલનાડુમાં રેકોર્ડબ્રેક 4329 નવા પોઝીટીવ કેસ સાથે કુલ આંક 1 લાખને પાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!