કાપડ ઉદ્યોગમાં સરકારનો GSTને લઈને આવ્યો નવો નિર્ણય, જાણો કેટલો થયો ઘટાડો

રાજયના સરકારે ફરી એક વખત કાપડ ઉદ્યોગ વૈશ્વિક સ્પર્ધામાં ટક્કર ઝીલી શકે તે માટે નવી ટેકસ ટાઈલ પોલીસ જાહેર કરી છે. સરકાર દ્વારા નવી જાહેર કરવામાં આવેલી પોલિસીમાં જીએસટીના લાભ પાછા ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને વિવિંગ વિભાગને યુનિટ દીઠ રૂ. 3 અને પ્રોસેસ હાઉસને વીજ બિલમાં રૂ. 2ની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલિસી હેઠળ જાહેર કરાયા નવા લાભ, પોલિસી હેઠળ અગાઉ અપાતી કેપિટલ સબસિડી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે સરકારની આ નવી પોલિસીથી નાના ટેક્સટાઇલ યુનિટોને વધુ વેગ મળશે અને વધુ માત્રામાં રાજય સરકારની પોલિસી નો લાભ લઇ શકશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter