GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા સફાઈ કામદારોને દૂર કરી દેવાનો નવો વિવાદ

Last Updated on February 28, 2019 by

અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ વધાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે 4 માર્ચે થવાનું છે. તે પહેલા જ હોસ્પિટલ વિવાદમાં આવી છે. એક મહિના પહેલા સફાઇ કામદારોની ભરતી કરવામાં આવી હતી. હોસ્પિટલની સુંદરતા જાળવવા માટે મહિલા સફાઇ કામદારો પાસે કામ કરાવવામાં આવ્યું. હવે જ્યારે હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ મહિલા કર્મચારીઓને તગેડી મુકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલા સફાઇ કામદારોએ કરેલા આક્ષેપ વિશે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ એમ.એમ.પ્રભાકરને સવાલ કરતાની સાથે જ તેવો ઉભા થઇ ભાગવા લાગ્યા હતા.

અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેડન્ટ પ્રભાકરનું આ પ્રકારનું વર્તન અને સફાઇ કામદારોની વ્યથાને દરકિનાર કરીને ભાગી જવાનું વલણ કેટલા અંશે વ્યાજબી છે. કદાચ સુપ્રિન્ટેડન્ટ એ વાત ભૂલી ગયા છે કે આ એજ સફાઇ કામદારો છે જેઓએ તનતોડ મહેનત કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલને ચકાચક સ્વસ્થ રાખી છે. ત્યારે કામ પૂરુ થતા જ મહિલા સફાઇકર્મીઓને તગેડી મૂકવાનું વલણ ખરેખર સ્વાર્થીપણું દર્શાવે છે.

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!