GSTV
Home » News » દેવી માને ચડાવ્યો 300 કરોડનો નૌલખા હાર, 177 વર્ષ પહેલાનો છે ઈતિહાસ

દેવી માને ચડાવ્યો 300 કરોડનો નૌલખા હાર, 177 વર્ષ પહેલાનો છે ઈતિહાસ

ગુજરાતના મહેસાણામાં આવેલા પ્રસિદ્ધ બહુચરાજી માતા મંદિરમાં દેવીને 300 કરોડ હાર ચડાવવામાં આવ્યો છે. વર્ષમાં એક જ વાર દેવીને પાલખી યાત્રામાં કિંમતી હાર પહેરાવવામાં આવે છે અને તે પણ વિજયા દશમીના દિવસે. દેવીને પહેરાવેલા હારને ખૂબ જ કડક સુરક્ષામાં રાખવામાં આવે છે.

देवी मां को चढ़ाया 300 करोड़ का नौलखा हार, 177 साल पुराना इसका इतिहास

દશેરાના દિવસે અહીં માં બહુચરની ભવ્ય પાલખી નીકળે છે. આ દિવસે માને ખાસ કિંમતી હાર પહેરાવવાની પરંપરા હોય છે. દેવીને પહેરાવેલા આ હારની કિંમત લગભગ 300 કરોડ રૂપિયા છે.

देवी मां को चढ़ाया 300 करोड़ का नौलखा हार, 177 साल पुराना इसका इतिहास

મંદિરના પુજારી કે.સી. જાનીનું કહેવુ છે કે આ હાર 1839મા જ્યારે પહેલીવાર ગાયકવાડ પરિવારે દેવીને ચડાવ્યો હતો ત્યારે તેની કિંમત 9 લાખ રૂપિયા હતી. આથી આ કિમતી હારને નૌલખા પણ કહેવાય છે.

देवी मां को चढ़ाया 300 करोड़ का नौलखा हार, 177 साल पुराना इसका इतिहास

હારની વિશેષતા

દેવી માને જે હાર ચડાવવામાં આવે છે તેમાં 6 કિંમતી નીલમ જડેલા છે. હારમાં 150થી વધુ હીરાઓ જડેલા છે. આ હાર લગભગ 177 વર્ષ જુનો છે. તેની હાલની કિંમત 300 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

देवी मां को चढ़ाया 300 करोड़ का नौलखा हार, 177 साल पुराना इसका इतिहास

શા માટે ચડાવે છે દેવીને આ હાર?

દેવીને આ હાર ચડાવવાની પાછળ વાર્તા ખૂબ જ રસપ્રદ છે. વડોદરાના રાજવી શ્રીમંત મનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી તાલુકાના સૂબેદાર હતા ત્યારે અસાધ્ય રોગ થયો હતો ત્યારપછી દેવી પાસેથી માનતા માગી હતી. તેમની પીડા દુર થઈ ગઈ હતી અને પાછળથી તે રાજા પણ બની ગયા.

देवी मां को चढ़ाया 300 करोड़ का नौलखा हार, 177 साल पुराना इसका इतिहास

ત્યાર પછી તેમણે 1839મા દેવીનું ભવ્ય મંદિર બનાવ્યું અને બહુચર દેવીને કિમતી નૌલખા હાર અર્પણ કર્યો. કરોડોની કિંમતનો આ હાર ખૂબ જ સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે જેને માત્ર દશેરા પર દેવી માને પહેરાવવામાં આવે છે. આ હારને પહેરાવ્યા બાદ દેવીની સુરક્ષા ખૂબ જ વધારવામાં આવે છે. દેવીની આસપાસ કેટલાંય હથિયાર ધારી સુરક્ષા જવાનો તૈનાત રહે છે.

READ ALSO

Related posts

રેલવેએ નવો ઇતિહાસ રચ્યો, આ ફિલ્મના પ્રમોશન માટે એક આખી ટ્રેન ફાળવી દીધી

Mayur

માધુરી દીક્ષિતે 20મી એનિવર્સરી પર પતિને KISS કરતો રોમેન્ટિક ફોટો કર્યો શેર

Dharika Jansari

ગુજરાતમાં મેઘ મહેર પરંતુ રાજ્યનાં આ શહેરમાં દીવાળી ટાણે પાણીની અછત સર્જાઈ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!