GSTV
Home » News » મહારાષ્ટ્રમાં શરદ પવારની એક ચાલે શિવસેનાને પાછળ ધકેલી દીધી, NCPનો સરકારમાં દબદબો વધશે

મહારાષ્ટ્રમાં શરદ પવારની એક ચાલે શિવસેનાને પાછળ ધકેલી દીધી, NCPનો સરકારમાં દબદબો વધશે

મહારાષ્ટ્રમાં એમવીએસની સરકાર બની ગઈ અને ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા બાદ પણ પ્રધાનપદોનું કોકડું ઉકેલાયું નથી. 16મી એ આ બાબતે ખુલાસો થવાની સંભાવના વચ્ચે રાજ્ય સરકારમાં હવે એનસીપીના પ્રધાનોની સંખ્યાવધુ હોવાનો ખુલાસો થયો છે. અગાઉ એવી વાત હતી કે શિવસેનાના પ્રધાનો વધુ હશે. પરંતુ ત્રણે પક્ષોએ ચર્ચાવિચારણા કરીને અંતે આ ફોર્મ્યુલા નક્કી કર્યો છે. જેમાં હવે એનસીપીના પ્રધાનો વધુ હશે. હવે શિવસેનાના 15, એનસીપીના 16 અને કોંગ્રેસના 12 પ્રધાનો હશે.

આ આખી રમત શરદ પવારની હોવાનું કહેવાય છે. શરદ પવારે રાજ્યમાં મહત્વ મેળવવા માટે એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જેમાં તેમના પ્રધાનપદ વધી ગયા છે. 2 દિવસ પહેલાં જ પવારે જાહેરમાં નારાજગી દર્શાવી હતી કે, મુખ્ય પ્રધાનપદ શિવસેનાને મળ્યું, સ્પીકરપદ કોંગ્રેસને મળ્યું, એનસીપીને શો લાભ થયો ? અમે આ સરકાર બનાવવા માટે સૌથી વધારે ભોગ આપ્યો હોવા છતાં અમારે ભાગે કંઇ આવ્યું નથી એવો જાહેરમાં બળાપો ઠાલવતાં સરકારમાં મતભેદ હોવાનું સ્પષ્ટ થયું હતું.

શિવસેના કે કોંગ્રેસ બંનેમાંથી કોઇ શરદ પવારને નારાજ રાખીને કામ કરી શકે એમ નથી એટલે એવી ફોર્મ્યુલા ઘડાઇ કે એનસીપીને વધુ ખાતાં આપવા. અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા કે નહીં એ વિશે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શરદ પવારે એવી પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે એનસીપીને ગૃહ, નાણાં, કૃષિ વગેરે મહત્ત્વનાં ખાતાં મળવાં જોઇએ. દરમિયાન, મળેલી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી જઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને મળવાના છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!