GSTV
Ajab Gajab Trending Videos Viral Videos

વાઇરલ / ઉંદરની ચતુરાઈએ દેખાડ્યા બિલાડીને ધોળા દિવસે તારા, નજરની સામે હોવા છતાંપણ…

સોશિયલ મીડિયા હાલ એક જીવતું જાગતું ન્યુઝ પ્લેટફોર્મ બની ગયું છે. આખા વિશ્વમાં બનેલી નાનામાં નાની ઘટના પણ આ પ્લેટફોર્મથી બચી શકતી નથી ત્યારે આજે આ લેખમાં તમને સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક રમૂજ ઘટના વિશે જણાવીશું. ઉંદર અને બિલાડી વચ્ચેની આ રમૂજ ઘટના જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો.

આ ઉંદર-બિલાડી વચ્ચેની લડાઈ આપણને ‘ટોમ એન્ડ જેરી’ની યાદ અપાવે છે. એક નાનકડો એવો ઉંદર કેવી રીતે બિલાડીને હેરાન કરે છે એવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ સમજી જશો કે, કેમ ટોમ એન્ડ જેરીની લડાઈમાં હમેંશા જેરીની જીત થતી. તો ચાલો જાણીએ.

આ નાનકડી એવી ક્લિપમાં એક બિલાડી ઉંદરનો શિકાર કરવા માટે પ્રયાસ કરી રહી છે પરંતુ, તેને ઉંદર દેખાતો હોતો નથી. આ વિડીયો ક્લિપની શરૂઆતમા તમને પણ ઉંદર નહીં દેખાય પરંતુ, રસપ્રદ બાબત એ છે કે ઉંદર આંખોની સામે જ હશે. આ વીડિયો ટ્વિટર યુઝર @DoctorAjayita શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું: ” આ વાત તો તમે પણ માનશો કે, તમને ઉંદર ના દેખાયો.

ઉંદરની ચતુરાઈ આ 30 સેકન્ડની ક્લિપમાં સ્પષ્ટપણે દેખાય છે. બિલાડી ઉંદરને શોધવા માટે ખુબ જ મહેનત કરી રહી છે પરંતુ, ઉંદર તેની સામે હોવા છતાપણ તેને જોઈ શકતી નથી. બિલાડી ઉંદરને ટાયરની આજુબાજુમા શોધી રહી હોય છે પરંતુ, ઉંદર પૈડાના રિમ પર જઈને બેઠો હોય છે. આ પૈડાની રિમ કાટ ખાઈ ગયેલી હોય છે અને તેના કારણે જ રીમમાં લપાઈને છુપાઈ ગયેલો ઉંદર બિલાડીને દેખાતો નથી અને તે મૂંઝાયેલી સ્થિતિમાં આજુબાજુ ઉંદરને શોધતી રહે છે.

Read Also

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk
GSTV