GSTV
Bollywood Entertainment Trending

મુંબઈની હોટલમાં 30 વર્ષની મોડલે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું- મને શાંતિ જોઈએ છે

બોલીવૂડ અને ગ્લેમર વર્લ્ડની ઝાકઝમાળ વડે હજારો યુવાઓને પોતાની તરફ આકર્ષતા મુંબઈ શહેરમાં એક મોડેલે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલાં મોડેલે સુસાઈડ નોટમાં પોતાનુ દર્દ વર્ણવ્યુ હતુ.આ મોડેલ અંધેરી વિસ્તારમાં એક હોટલમાં રુમ ભાડે લઈને રહેતી હતી.બુધવારે બપોરે બે વાગ્યે મોડેલે હોટલમાં ચેક ઈન કર્યું હતું. તેનું નામ આકાંક્ષા મોહન હોવાનું અને તે લોખંડવાલાની યમુના નગર સોસાયટીમાં રહેતી હતી.

ગુરુવારે વેઈટરે આ મોડેલ જે રુમમાં રહેતી હતી તેની બેલ સંખ્યાબંધ વગાડી હતી પણ અંદરથી કોઈ અવાજ નહીં આવતા તેણે મેનેજરને જાણ કરી હતી. મેનેજરે માસ્ટર ચાવીથી રુમ ખોલ્યો તો મોડેલ પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.જેમાં મોડેલે લખ્યું છે કે, મને માફ કરો, મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી.કોઈને હેરાન ના કરતા, હું ખુશ નથી , મને શાંતિ જોઈએ છે બસ.

જોકે પોલીસે વર્સોવા પોલીસે કેસ નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જીવનથી ખુશ ન હોવાને કારણે આત્મહત્યા કરવાનું સાચું કારણ છે કે પછી કંઈક બીજું છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.

Related posts

લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બાકી છે માત્ર 5 દિવસ, આ 6 રીતે કરાવી શકો છો જમા

Kaushal Pancholi

Bappi Lahiri Birthday: સુપ્રસિદ્ધ ગાયક બપ્પી દાને સોનું પહેરવાનો ન હતો શોખ, પછી આ વ્યક્તિને કારણે બન્યા ‘ગોલ્ડ મેન’

Kaushal Pancholi

બજેટ 2023-24/ તમારે કેવું બજેટ જોઈએ છે ? સરકારે માંગ્યા સૂચનો ; આ છેલ્લી તારીખ છે

Padma Patel
GSTV