GSTV
Home » News » પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીને કરાયો ઠાર

પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીને કરાયો ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સિક્યોરિટી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે ચાલતી અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. મંગળવારે થયેલી આ અથડામણમાં સેનાના એક જવાન અને એસપીઓ પણ શહીદ થયા હતા.

આ પહેલાં જમ્મુ કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, માહિતી મળી હતી કે આ વિસ્તારમાં બે આતંકી છુપાયેલાં છે. ત્યારે આ આતંકીઓને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડીજીપીએ વધુમાં કહ્યું કે, ખીણ પ્રદેશમાં આતંકવાદીઓ વિરૂદ્ધના ઓપરેશનને ઝડપથી પાર પાડવામાં આવી રહ્યાં છે.

કાશ્મીરના ખીણ પ્રદેશમાં ગણતંત્ર દિવસના કાર્યક્રમની તૈયારીઓને લઈને ડીજીપીએ કહ્યું કે, તમામ પ્રકારના બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

અચાનક PGમાં આગ ભભૂકી, ત્રણ યુવતીઓ થઈ ભડથું

Pravin Makwana

મેલાનિયા ટ્રમ્પ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓની પત્નીઓ બની ચુકી છે ભારતની મહેમાન

Nilesh Jethva

જો તમે ડાયટ કરી રહ્યા છો તો, તમારા માટે ખાવામાં બેસ્ટ છે આ ‘દલિયા ની ટિક્કી’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!