GSTV

આજે થશે જેટ એરવેઝના ભાવિનો ફેંસલો, એરલાઇનના ધિરાણકર્તાઓની યોજાશે બેઠક

આજે રૂ. 8,500 કરોડનું દેવું ધરાવતી દેશની ખાનગી સસ્પેન્ડેડ એરલાઈન જેટ એરવેઝનું ભાવિ નક્કી થઈ શકે છે. આજે જેટના ઘિરાણકર્તાઓ RBIના 7 જૂનના મેન્ડેટ મુજબ રિઝોલ્યુશન કઈ રીતે લાવવું તે માટે બેઠક યોજશે. જેમાં જેટના સંભવિત રિઝોલ્યુશન અંગે સમીક્ષા થશે. આ સિવાય જેટની નાદારી અંગે પણ વિચાર થશે.

મોટાભાગના ધિરાણકર્તાઓ જેટને ઈન્સોલ્વન્સી પ્રક્રીયા તરફ લઈ જવા તૈયાર છે. ત્યારે આ વાતના અનુસંધાને જેટ એરવેઝના શેરમાં ઓજ સુધીનો સૌથી મોટો કડાકો થયો છે. બીએસઈ પર જેટ એરવેઝના શેર્સ 7.62ના તળીયે 75.80ના સ્તરે ખુલ્યા છે. છેલ્લા સપ્તાહમાં જેટના શેરોમાં 43 ટકાની નરમાઈ આવી છે.

સૂત્રો અનુસાર, જેટના ધિરાણકર્તાઓ US એક્ઝિમ બેન્કને રૂ. 200 કરોડથી વધુ ચૂકવણી કરવા અંગે વિચારી શકે. તે જેટ એરવેઝના 6 એરક્રાફ્ટનો હવાલો પણ સંભાળશે. હાલની એન્ફોર્સમેન્ટ એક્શનના કારણે બેન્કો ચુકવણી કરીને એરક્રાફ્ટ જપ્ત કરે તેવી શક્યતા ઓછી છે. તેનો કોઈ અર્થ નથી. કારણ કે, આ વિમાનોની માલિકી મુશ્કેલ છે અને ભવિષ્યમાં ચકાસણી હેઠળ આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, બેન્કરપ્સી કોર્ટની મુંબઈ બેન્ચ જેટ એરવેઝના બે સપ્લાયર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી ઇન્સોલ્વન્સી પિટિશન પર 20 જૂને સુનાવણી કરે તેવી શક્યતા છે. અત્યાર સુધી બેન્કોએ જેટને કોર્ટ બહાર ઇન્સોલ્વન્સી પ્રક્રિયાથી દૂર રાખવા પ્રયાસ કર્યો છે કારણ કે તેઓ દેવામાં ડૂબેલી એરલાઇન પાસેથી મહત્તમ નાણાં મેળવવા માંગે છે. ધિરાણકારો એવી યોજના પર પણ કામ કરી રહ્યા છે જેમાં જેટ એરવેઝ બ્રાન્ડ એક સંભવિત રોકાણકારને વેચવામાં આવે પરંતુ તેનાથી બેન્કોએ ભારે નુકસાન સહન કરવું પડશે. સૂત્રોએ કહ્યું કે, રોકાણકારો 80 ટકાથી વધારે હેરકટની અપેક્ષા રાખે છે જે બહુ ઊંચું ગણાય. રિઝોલ્યુશન તેમાં કઈ રીતે કામ કરી શકે છે તે જોવાનું રહેશે.

Read Also

Related posts

જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે

Karan

‘રામાયણ’ શરૂ થતાં જ છલકાઇ આવી દર્શકોની આંખો, સોશિયલ મીડિયા પર આવી રહ્યાં છે ગજબ રિએક્શન

Bansari

Video: ડંડાવાળી નહી, લોકોને ઘરમાંથી બહાર નીકળતા રોકવા માટે મુંબઇ પોલીસે શરૂ કરી અનોખી પહેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!