GSTV
Ajab Gajab Trending

હાથીઓ સાથે વાતો કરતા વ્યક્તિ, ક્યારે-કેવી રીતે અને કેમ શિખ્યા હાથી સાથે સંવાદની ભાષા, ખૂબ જ રસપ્રદ છે કહાની

મહારાષ્ટ્ર અને કેરળમાં હાથી જ્યારે તોફાન મચાવે, કાબૂ બહાર જતો રહે અને મહાવત તો ઠીક જંગલ ખાતાના અધિકારીઓથી પણ કાબૂમાં ના આવે ત્યારે એક વિશિષ્ટ વ્યક્તિને બોલાવામાં આવે છે. આ વ્યક્તિ તોફાની હાથી સાથે વાતો કરે છે અને હાથીને શાંત કરી દે છે. હાથીની ભાષા અને હાથી સાથે સંવાદ કરવાની કળા જાણતા આ વ્યક્તિનું નામ છે આનંદ શિંદે.

મુંબઇ ઠાણેમાં રહેતા આનંદ શિંદેએ આ કળા ક્યાંથી શિખી તે અંગે વાત કરતા કહ્યું કે ‘અકસ્માતે જ હું આ કળા શિખી ગયો. હું અગાઉ ફોટો જર્નાલિસ્ટ હતો. વર્ષ ૨૦૧૨માં કેરળમા મારી ટ્રાન્સફર થઇ. ત્યાં હાથીઓના ફોટોશૂટ વખતે મને તેની બોડિ લેંગ્વેજ અને અવાજની પેટર્ન જાણવાની ઇચ્છા થઇ. ત્રિવેન્દ્રમ ઝૂના સિનિયર વેટરિનરી ડોક્ટર જેકબ એલેક્ઝાન્ડરે મને માર્ગદર્શન આપ્યું અને હું ધીમે ધીમે હાથીના અવાજની નકલ શીખી ગયો. શરૃઆતમાં હું માતાથી વિખુટા પડેલા હાથીના બચ્ચાઓ સાથે વાત કરતો હતો તેમા એ હદે સફળતા મળી કે માતાથી વિખુટા પડેલા બચ્ચાઓમાં મરણ દર ૫૦ ટકા ઘટી ગયો. તે પછી હું પાળેલા હાથીઓ સાથે સંવાદ કરતો હતો. પાળેલા હાથીઓ ઘણી વખત તોફાની બની જતા હતા મહાવત કાબૂ કરી શક્તા ન હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ લાચાર બની જતું હતુ આવા સમયે મે મારી કળાનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું અને મારા આશ્ચર્ય વચ્ચે તોફાની બનેલા હાથીઓ શાંત થઇ જતા હતા અને મારી સાથે દોસ્તી બનાવી લેતા હતા.

આ પ્રયોગો સફળ થતાં મને કેરળના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તેમની સાથે જોડાવાનું કહેતા વર્ષ ૨૦૧૪માં ફોટો જર્નાલિસ્ટની જોબ છોડીને હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોડાયો કેરળમાં મહાવતોને મે ટ્રેનિંગ આપીને સમજાવ્યા કે હાથી કાબૂ બહાર હોય ત્યારે તેના પર અંકુશ (ભાલા જેવુ હથિયાર)નો પ્રયોગ કરવાથી હાથી વધુ હિંસક બને છે તેના બદલે તેની સાથે સંવાદ કરીને શાંત કરી શકાય છે. કેરળ ઉપરાંત મહારાષ્ટ્ર અને આસામના મહાવતોને પણ મે ટ્રેનિંગ આપી. હવે તો હું જંગલી હાથીઓ સાથે કામ કરૃ છું અને તેમની સાથે સંવાદ કરીને તેને શાંત કરૂ છું. ઉલ્લેખનીય છે કે આનંદ શિંદે વડોદરા આવ્યા છે તેઓએ એમ.એસ.યુનિવર્સટીના ઝૂઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ સાથે આજે સંવાદ કર્યો હતો.

-૩ લોકોને કચડી નાખનાર તોફાની હાથી અને તેના ઝુંડને વાતોથી શાંત પાડી દીધા

મહારાષ્ટ્રના તાડોબા ફોરેસ્ટમાં તોફાની હાથી અને તેના ઝુંડને શાંત કરીને ગામથી ૧૮ કિ.મી. દૂર લઇ જતા આનંદ શિંદે તસવીરમાં નજરે પડે છે, આનંદ શિંદે એક ઘટના અંગે વાત કરતા કહે છે કે ‘વર્ષ ૨૦૨૦માં મહારાષ્ટ્રના તાડોબા ફોરેસ્ટમાં આવેલા મોહારલી ગામમાં એક મહાકાય હાથી તોફાને ચઢ્યો હતો. મેટિંગકાળ ચાલતો હતો એટલે હાથીની નજીક જવું પણ ખતરનાક હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મને કોલ કર્યો એટલે હું ત્યાં પહોંચ્યો મે તોફાની હાથી અને તેના ઝુંડ સાથે પહેલા દૂરથી સંવાદ કર્યો. બે ત્રણ દિવસ બાદ નજીક પહોંચીને તોફાની હાથીને સમજાવ્યો. તે શાંત થઇ ગયો.

-મેટિંગકાળ ચાલતો હોવા છતાં આનંદની વાત માનીને હાથીઓ ઝુંડ સાથે ૧૮ કિ.મી. દૂર ગયા

હવે આ હાથીઓને ગામથી દૂર લઇ જવાના હતા મેટિંગકાળમાં હાથીઓને તેના સ્થળેથી ખસેડવા સૌથી ખતરનાક કામ છે પરંતુ આ હાથી અને તેના ઝુંડની મારી સાથે મિત્રતા થઇ ગઇ. જંગલમાં ચાલતા ચાલતા હું તેની સાથે વાતો કરતો ગયો અને હાથીઓ મારો આદેશ માનીને મારી પાછળ પાછળ ૧૮ કિ.મી. સુધી આવ્યા હતા અને પછી ત્યા તેઓ સ્થિર થયા પછી મે જંગલ છોડ્યું હતું.

-હાથી ઝુમતો હોય એટલે લોકો એવું સમજે છે કે તે ખુશ છે, વિશિષ્ટ અવાજ કરીને હાથી ૭ કિ.મી. વિસ્તારમાં સાથી સાથે વાત કરી શકે છે

હાથીઓની ભાષા જાણતા આનંદ શિંદે ‘એલિફન્ટ વિસ્પરર’ તરીકે ઓળખાય છે. તેઓ હાથીઓની ભાષા અંગે વાત કરતા કહે છે કે ‘હાથી જ્યારે ઝુમતો હોય ત્યારે એવું માનવામાં આવે છે કે તે ખુશ છે પરંતુ એવું નથી. પરંતુ હાથી જ્યારે કોઇ બાબતથી ત્રસ્ત હોય, ગુસ્સામાં હોય, ટ્રોમામાં હોય ત્યારે ઝુમે છે.

હાથીનો ખુબ જાણીતો સાઉન્ડ ચિત્કાર છે. ચિત્કારનો મતલબ છે કે તે સામેવાળા વ્યક્તિને ચેલેન્જ આપી રહ્યો છે, ગુસ્સે થયેલો છે.

રેબલિંગ: આ એક વિશિષ્ટ પ્રકારનો આવાજ છે હાથી આવો અવાજ ત્યારે કરે છે જ્યારે તે તેના સાથીઓને સૂચના આપવા માગે છે આ આવાજથી તે ૭ કિ.મી. વિસ્તારમાં તેના સાથી સાથે વાત કરી શકે છે.

ચકલિંગ: ‘ચક-ચક’ જેવો આવાજ કરે છે તેનો મતબલ હાથી ખુશ છે.

હસ્કી ક્રાય: ઘોઘરો આવાજ કરે અને આંખમાં આંસુ હોય એટલે સમજવુ કે હાથી અત્યંત દુઃખી છે.

હાથીઓ માણસની ભાષા પણ સમજી શકે છે તેઓ શબ્દો નથી સમજતા પણ જે ભાવ સાથે વાત કહેવામાં આવે તે ભાવ સમજી શકે છે અને તેનું રિએક્શન પણ આપે છે.

READ ALSO

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV