GSTV

VIDEO: ભરબજારે યુવતીને છેડવાનું આ યુવકને ભારે પડ્યું, યુવતીએ હિંમત કરીને યુવકની સ્કૂટીને નાળામાં ફેંકી દીધી

Last Updated on August 3, 2021 by Pravin Makwana

આસામમાં એક યુવતીને ભરબજારે છેડવાનું એક યુવકને ભારે પડ્યુ છે. યુવતીએ હિંમત બતાવતા યુવકને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો. છેડછાડ બાદ યુવકે ભાગવાની બહુ કોશિશ કરી, પણ તેમા સફળ થયો નહીં. યુવક ભાગવા જતો હતો, ત્યાં યુવકીએ હિંમત કરીને સ્કૂટીનું પાછળનું ટાયર ઉઠાવી નાળામાં ફેંકી દીધો, આ યુવતીનું નામ ભાવના કશ્યપ છે.

ભાવનાએ પોતાના ફેસબુક પોસ્ટમાં ગુસ્સો જાહેર કરતા આ આખી ઘટના વર્ણવી છે. યુવતીએ છેડછાડ કરનારા આ યુવકનું નામ પણ બતાવ્યુ છે. તેની તસ્વીર પણ શેર કરી છે. તો વળી ગુવાહટી પોલીસે આ મામલાને લઈને ટ્વિટ કર્યુ છે. પોલીસે જણાવ્યુ છે કે, 30 જૂલાઈના રોજ તુરંત આ ઘટનામાં યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે કોર્ટ આગળ કાર્યવાહી કરશે.

ભાવના કશ્યપે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે, આ ઘટના શહેરના સૌથી વ્યસ્ત બજારોની છે .આરોપી તેની પાસે પહોંચ્યો અને રસ્તો પૂછ્યો. યુવતી જણાવે છે કે, હું તેનો અવાજ બરાબર સાંભળી શકી નહી તો એકદમ નજીક ગઈ. ત્યારે બાદ યુવતીએ કહ્યુ કે, મને રસ્તો ખબર નથી, તમે બીજા કોઈને પૂછી શકો છો. યુવતીના આ પ્રકારના જવાબ આપ્યા બાદ યુવકે તુરંત જ ગંદી રીતે હાથ માર્યો. યુવતી સમજી શકી નહીં કે હવે શું કરવું.

ત્યાર બાદ આરોપી ભાગવા લાગ્યો. યુવતીએ હિંમત કરીને તેને દબોચી લીધો. સ્કૂટી દ્વારા ભાગવા જતા યુવકની સ્કૂટીનું પાછળનું ટાયર પકડી ઉંચુ કરી દીધું. જે બાદ ટાયર ફરવા લાગ્યું પણ તે ભાગી શક્યો નહીં. લગભગ અડધી મીનિટ બાદ જોર આપીને ધક્કો માર્યો સ્કૂટી નાળામાં ફેંકી દીધી.

READ ALSO

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!