GSTV

આતંકવાદીના બચાવમાં પથ્થરમારો કરનારો એક શખ્સ કચ્છમાંથી ઝડપાયો, જાણો સમગ્ર મામલો

કચ્છનાં પાટનગર ભુજમાંથી ઝડપાયેલા બે સંદિગ્ધ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરીને SOGએ આ શખ્સોની કેટલીક વિગતો જાહેર કરી હતી. જેમાં એક શખ્સ સામે હત્યા, અપહરણ, રાયોટીંગ સહિતનાં 4 મોટા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેનો સાથી સગીરવયનો છાત્ર હોવાનું તપાસમાં ખુલ્યું છે. વિવિધ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ આ બન્ને શખ્સોની ઘનિષ્ઠ તપાસ કરી હતી. ભુજ એસ.ઓ.જી.એ. બસ સ્ટેશન પાસે આવેલા સાગર ગેસ્ટ હાઉસમાંથી રર વર્ષિય અલ્તાફ હુસેન અબ્દુલ અહદ નજાર અને તેની સાથેના વિદ્યાર્થી મનાતા અન્ય સગીર કાશ્મીરી કિશોરની અટકાયત કરી હતી.

જેની તપાસમાં અલ્તાફ કાશ્મીરમાં ઝડપાયેલા એક આતંકવાદીને બચાવવા માટે આર્મી પર કરાયેલા પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. કાશ્મીરથી કચ્છ આવતા પહેલા આ બંન્ને શખ્સો એક દિવસ રાજસ્થાનમાં રોકાયા હતા. ત્યાર બાદ તેઓ ગુજરાત કચ્છમાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીને આધારે બન્ને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થતી હોવાથી કોઈ કામ ધંધો ન હોતા તેઓ ગુજરાતમાં મજૂરી કરવા માટે આવ્યા હતા. તેમણે સાંભળ્યુ હશે કે, ગુજરાતમાં મજૂરી સારી મળશે તેથી તેઓ અહી આવી ચડ્યા હતા.

Related posts

કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક હિન્દૂ નેતાને મળી ફોન પર ધમકી

Nilesh Jethva

હેરિટેજ સીટી અમદાવાદમાં ઐતિહાસિક વારસાને સાચવવામાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

બિન સચિવાલયના પરિક્ષાર્થીને ટ્રકે ટક્કરમાં ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!