GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

એક જ સમયે બે યુવતીઓ સાથે કર્યા લગ્ન, બંન્નેની માંગમાં ભર્યુ સિંદૂર પહેરાવ્યું મંગળસૂત્ર અને…

એક યુવક પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા મંદિર પહોંચ્યો તો ત્યાં જ તેની જુની પ્રેમિકા પણ પહોંચી ગઈ. આ વાત પર જ્યારે હંગામો થવા લાગ્યો તો યુવકે બન્નેની માંગમાં સિંદૂર ભરીને બન્ને સાથે લગ્ન કરી લીધા. ચોંકાવનારી આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થઈ છે. આ અનોખી ઘટનાનો એક વીડિયો  હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અનોખો મામલો પ્રયાગરાજમાં કર્નલગંજના ઢરહરિયા વિસ્તારનો છે.

યુવતીએ ઝેર ખાઈ જીવ આપવાની આપી ધમકી

હકીકતે યુવક એક યુવતીને પ્રેમ કરતો હતો અને લગ્ન પહેલા યુવકની પ્રેમિકાએ તેને ધમકાવ્યો હતો કે જો તેણે લગ્ન ન કર્યા તો તે ઝેર ખાઈને જીવ આપી દેશે. આ વાત પર ઝઘડો થયો તો તેણે યુવતીને લાફો મારી દીધો. યુવતીએ તેની ફરિયાદ પોલીસમાં કરી દીધી. ફરિયાદ કર્યા બાદ પોલીસે અમુક દિવાસ પહેલા જ યુવકની તેની પ્રેમિકાને લાફો મારવાના આરોપમાં ધરપકડ કરી લીધી.

પહેલી પ્રેમિકાએ નવી પ્રેમિકા સાથે જોઈ લેતા કર્યો હંગામો

જણાવવામાં આવી રહ્યું છે કે યુવક પોતાના વિસ્તારમાં જ રહેતી યુવતીને પહેલાથી પ્રેમ કરતો હતો. ઘણા વર્ષો સુધી તેની પ્રેમ કહાણી ચાલી હતી. લગભગ ચાર દિવસ પહેલા તેની પહેલી પ્રેમિકાએ તેને બીજી યુવતી સાથે જોઈ લીધો અને હંગામો કર્યો. સોમવારે સાંજે નવી પ્રેમિકા સાથે યુવક લગ્ન કરવા માટે પહોંચ્યો તો પૂર્વ પ્રેમિકા પણ ત્યાં પહોંચી ગઈ જેના કારણે ત્યાં હંગામો થઈ ગયો.

બન્ને પ્રેમિકાઓ સાથે કર્યા લગ્ન

ત્યાર બાદ ઘરની પાસે જ એક મંદિરમાં બધાની સામે યુવકે પોતાની બન્ને પ્રેમિકાઓ સાથે લગ્ન કરી તેમની માંગમાં સિંદૂર ભર્યું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. લગ્નમાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો. હવે આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે.

Read Also

Related posts

લોકડાઉનમાં છૂટછાટ આ જિલ્લાને ભારે પડી: 24 કલાકમાં 36 નવા કેસ, એકનું મોત

Bansari

સુરત: બારડોલી નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાશે, શાસક પક્ષનાજ બે જૂથ વચ્ચે ચાલી રહ્યો છે મોટો વિવાદ

pratik shah

અનલોક-1: અમદાવાદ રેલ્વે સ્ટેશનથી 8 સ્પેશિયલ ટ્રેનો ઉપડી, 9 હજારથી વધુ મુસાફરો થયા રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!