GSTV

શ્રમજીવીને દારૂ પીવડાવી 11 વર્ષની તેની પુત્રીને ઉપાડી ગયો યુવાન, દુષ્કર્મ કર્યા બાદ ત્યાંજ પાછો મુકી ગયો

સુરત સિટીમાં વધુ એક બાળકી નરાધમના હાથે પિંખાઇ છે. અલથાણ વિસ્તારમાં શ્રમજીવી યુવાનની બાઇક બગડી જતા મદદના બહાને આવેલો મોપેડ સવાર યુવાને ૧૧ વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગયા બાદ દુષ્કર્મ આચરીને સવારે જ્યાંથી બાળકીને લઇ ગયો હતો ત્યાં મુકી ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અલથાણ વિસ્તારમાં રહેતો અને એક બિલ્ડિંગમાં સફાઈ કામ કરતો યુવાન ત્રણ પુત્રી અને એક પુત્રને ગતરાત્રે પોતાની બાઇક પર અગાઉ રહેતો હતો તે વેસુ સુડા આવાસમાં નાના છોકરાઓ માટેનો સાઇકલનો પ્રોગ્રામ બતાવીને રાતે પોણા અગીયારે ઘરે આવતો હતો ત્યારે વેસુ કેનાલ રોડ ચાર રસ્તા પાસે બાઇક બગડી હતી. બાળકોને નીચે ઉતારી બાઇક ચાલુ કરવા પ્રયાસ કરતો હતો ત્યારે પટ્ટાવાળું ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેરેલો ૩૦થી ૩૫ વર્ષીય અજાણ્યો યુવાન એક્ટીવા પર ત્યાં આવ્યો હતો. અને તમારી ગાડીને ધક્કો મારી દઉં તે કહયું  હતું. જોકે, તે પહેલા શ્રમજીવી સાથે તેણે દારૂ પીધો હતો.

ત્યારબાદ શ્રમજીવીની ૧૧ વર્ષની અને ૯ વર્ષની પુત્રીને પોતાના એક્ટીવા પર બેસાડી હતી. અને સૌથી નાની પુત્રી અને પુત્ર સાથે બાઇક પર બેઠેલા શ્રમજીવીની બાઇકને પગથી ધક્કો મારતા નીકળ્યા હતા. વીઆઇપી રોડ થઇ ભરથાણા ગામ અલથાણ બાગથી સોહમ સર્કલ થઇ શ્રમજીવીના ઘર તરફ જવાના રોડના ટર્નિંગ પાસે તેણે એક્ટીવા અટકાવી હતી અને ૯ વર્ષની છોકરીને નીચે ઉતારીને ‘તારી બહેનને મન્યુરીયન અપાવીને આવું છું તેમ કહીને એક્ટીવા પર ૧૧ વર્ષની બાળીકને લઇને ભાગી ગયો હતો.

અન્ય બાઇકસવારે કહ્યું, પેલો તારી છોકરીને લઇને ભાગી ગયો

બાળકીને લઇને એક્ટીવા સવાર ભાગ્યો ત્યારે ત્યાંથી પસાર થતા બાઇકચાલકે તે જોઇને શ્રમજીવીને કહયુંકે, એકટીવા ચાલક તારી દીકરીને લઇને ભાગી ગયો છે. અને પોલીસ કંટ્રોલને પણ જાણ કરતા પીસીઆર વાન આવી પહોંચી હતી. શ્રમજીવીને સાથે રાખી પોલીસે તપાસ કરી પણ એકટીવા ચાલક કે પુત્રીનો પત્તો નહી મળતા ખટોદરા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

સવારે દુકાનમાંથી બાળકીએ જાતે પિતાને કોલ કર્યો

સવારે એકટીવા ચાલક શ્રમજીવીની પુત્રીને જે સ્થળેથી લઈ ગયો હતો ત્યાં છોડીને ફરાર થઈ ગયો હતો. ધો.૪ માં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય બાળકીએ ત્યાં જ થોભી એક દુકાન ખુલ્યા બાદ ત્યાંથી પિતાને ફોન કરતા તે ત્યાં દોડી આવ્યા હતા અને બાળકીને લઈ ખટોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા.

મેડિકલ ચેકઅપમાં દુષ્કર્મ અને મુખમૈથુનની વિગતો, શરીરે ઉઝરડા

ખટોદરા પોલીસે બાળકીનું નવી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવતા  પ્રાથમિક રિપોર્ટમાં બાળકીના શરીરે ઉઝરડા જોવા મળ્યા છે. તેમજ બાળકી સાથે દુષ્કર્મ અને મુખમૈથુન કરાવાયાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે આ અંગે ગુનો નોંધી નરાધમ અજાણ્યાને ઝડપવા કવાયત હાથ ધરી છે.

Read Also

Related posts

જો હજી વધુ કેસો સામે આવશે તો અમદાવાદના બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મૂકી દેવામાં આવશે

Pravin Makwana

કોરોનાનું હૉટસ્પોટ બનતા અમદાવાદમાં નહેરુબ્રીજ કરાયો બંધ, કાલુપુર શાકમાર્કેટ પણ રહેશે બંધ

Pravin Makwana

14 તારીખથી વધુ લંબાઈ શકે છે લોકડાઉન, 8 રાજ્યોએ આગળ વધારવા કર્યું સમર્થન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!