પેટમાં દુ:ખાવો થયા બાદ શખ્સ પહોંચ્યો હોસ્પિટલ, એક્સ-રે રિપોર્ટ જોઇ તબીબો થયા હેરાન

ચીનમાં રહેતી એક વ્યક્તિના પેટમાંથી ડૉકટરે શાહમૃગના ઈંડા જેટલી મોટી પથરી કાઢી છે. આ સ્ટોન બ્લેડરમાં મળી. 20 કિલો વજનની આ પથરીના કારણે આ વ્યક્તિ ઘણા મહિનાથી પેટની સમસ્યાથી પરેશાન હતો. અહીં જણાવવાનું કે વ્યક્તિના પેટમાં મળેલા આ સ્ટોનનો આકાર શાહમૃગના ઈંડા જેટલો જણાવાઇ રહ્યો છે.

ચીનના 55 વર્ષીય ઝોઉ આ સમસ્યાને જૂન મહિનાથી ઝેલી રહ્યાં હતાં. એક્સરે બાદ તબીબોની એક ટીમે તેના બ્લેડરમાં પથરી મળ્યા બાદ મોટી સર્જરી કરી. ઝોઉની સર્જરી ચીનના વુહાન શહેરના ઝિંગદૂ હોસ્પિટલમાં થઇ. ત્યારબાદ 13 સેમી (5.1 ઈંચ)નો સ્ટોન કાઢવામાં આવ્યો. આખી દુનિયામાં લાખો એવા દર્દી છે, જે બ્લેડર સ્ટોનની સમસ્યાથી પરેશાન છે. આ ખૂબ જ વેદનાભરી સમસ્યા છે, જેને પથરી પણ કહે છે. પથરીની સમસ્યા કોઈને પણ અને કોઈ પણ ઉંમરે થઇ શકે છે, પરંતુ મહિલાઓમાં આ રોગની સંભાવના પુરૂષોની તુલનામાં ઓછી હોય છે.

સર્જરી કરનારા ડૉકટર વાંગ હુઈ મુજબ, દર્દીના બ્લેડરમાંથી કાઢવામાં આવેલો ભાર બિલકુલ શાહમૃગના ઈંડા જેટલો મોટો છે. જો સર્જરી કરાવીને તાત્કાલિક તેને હટાવવામાં ના આવી હોત તો તેનાથી કિડની સંબંધિત બિમારી પણ થઇ શકતી હતી. તબીબોએ જણાવ્યું કે, આ સર્જરીમાં કોઈ પણ પ્રકારના રોગનિવારક સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

તેમના જણાવ્યા મુજબ, ઝોઉની આ સ્થિતિ તેમની ખરાબ ટેવને કારણે થઇ. આ ટેવમાં વધુ પાણી ન પીવુ, લાંબા સમય સુધી ફક્ત બેસી રહેવુ અને લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવો વગેરે સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે સર્જરી બાદ કાઢવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો બ્લેડર સ્ટોન છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter