GSTV
Cricket Cricket World Cup 2023 Sports Trending Videos Viral Videos

ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચ હારતા એક બાળક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, જુઓ વાયરલ વીડિયો

અમદવાદમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં અત્યાર સુધી વર્લ્ડકપમાં અજેય રહેનાટી ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. જેના પગલે રોહિત સેનાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયુ હતું. જોકે, ભારતીય ટીમ ફાઈનલ મેચ હારતા ખેલાડીઓના ચહેરા પર આંસુ જોવા મળ્યા હતા. બીજી તરફ ફેન્સ પણ રડી પડ્યા હતા. ત્યારે ભારતીય ટીમ હાર્યા બાદ એક બાળક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ હારી જવાથી કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ દુ:ખી થયા છે. દેશભરમાંથી લોકો ભારતીય ટીમ જીતે તે માટે હવન અને પ્રાર્થના કરવામાં આવી હતી. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર દિલને સ્પર્શી જાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારતીય ટીમ મેચ હારી જતા બાળક રડી રહ્યો છે. જ્યારે તેની માતે તેને આશ્વાસન આપી રહી છે.

વીડિયોમાં બાળકના માતા સાથે આખો પરિવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે. જે જોઈને કહી શકાય કે આખો પરિવાર ટીમ ઈન્ડિયાની ફેન છે. આ વીડીયો એક્સ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં આ વીડિયોને અત્યાર સુધી લગભગ 4 લાખ લોકો જોઈ ચુક્યા છે. આ સાથે X પ્લેટફોર્મ પર લોકો તેના પર રિએક્શન આપી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ચેમ્પિયન બન્યું

નોંધનીય છે કે, વર્લ્ડ કપ 2023માં ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ચેમ્પિયન બન્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઈનલ સિવાય એક પણ મેચ હારી નથી.

READ ALSO

Related posts

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan

2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ

Hardik Hingu
GSTV