મુંબઈનાં તાડદેવ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કમલા સોસાયટી નામની રહેણાંક મકાનમાં બની હતી. હાલમાં ફાયર બ્રિગેડની 13 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો પણ શરૂ છે.
#UPDATE | Two people have died in the fire incident that broke out in 20 storeys Kamala building near Mumbai’s Bhatia hospital in Tardeo: Brihanmumbai Municipal Corporation
— ANI (@ANI) January 22, 2022
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકો આગમાં દાઝ્યાં હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં આ તમામને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યાં છે. હાલમાં રેસ્ક્યુ અભિયાન શરૂ છે. તાજેતરની મળતી જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત પણ નિપજ્યાં છે.
અગાઉ નૈયર હોસ્પિટલનાં ડોક્ટરે જણાવ્યું હતું કે, ‘તેઓની હોસ્પિટલમાં 4 લોકોને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યાં છે. જેમાંથી 2નાં મોત થઇ ચૂક્યાં છે તો 2ની હાલત હાલમાં ગંભીર છે.’ મુંબઇની મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે, ‘હોસ્પિટલનાં લોકોએ દર્દીઓને ભરતી કરવાની સ્પષ્ટ ના કહી દીધી છે. અમે પહેલાં જાણીશું કે, આ લોકોએ આવું કેમ કર્યું અને આ વાતની જાણકારી તેઓ BMC ને પણ આપશે.
#UPDATE | Two persons got injured and have been shifted to the hospital. 5 ambulances present at the spot: Brihanmumbai Municipal Corporation pic.twitter.com/qloovBrLIg
— ANI (@ANI) January 22, 2022
આગની લપેટમાં સપડાયેલા બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં
અધિકારીઓનું કહેવું છે કે, આગ પર કાબુ મેળવવા અને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ છે. આગની લપેટમાં સપડાયેલા બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જો કે તેઓની તબિયત હાલમાં કેવી છે તે અંગે કોઈ જ નક્કર માહિતી નથી. અધિકારીઓનું કહેવું છે કે, આગ કયા કારણોસર લાગી છે તે અંગે તાત્કાલિક કહેવું કંઈ પણ મુશ્કેલ છે. પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા નકારી શકાય એમ નથી. મુંબઈના મેયરે કહ્યું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે. બિલ્ડિંગનું ફાયર સેફ્ટી ઓડિટ થયું છે કે પછી તેમાં કોઈ બેદરકારી થઈ છે તે જોવામાં આવશે.
READ ALSO :
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં