લોહીથી પત્ર લખીને કહ્યું કે સબસીડી નહીં આપો તો ચાલશે પણ નાપાક પાકથી બદલો જોઈએ છે

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી ઘટનાના વિરોધમાં એડવોકેટ પ્રભાત પાંડેએ રાષ્ટ્રપતિને પોતાનાં લોહીથી પત્ર લખ્યો છે. આ બાબતે, ડેપ્યુટી કલેકટર ધિરેન્દ્ર પ્રતાપ સિંહને આપવામાં આવેલા એક મેમોરેન્ડમમાં એવું કહેવામાં આવ્યું છે કે પુલવામામાં આંતકી ઘટનાને લીધે દુઃખ અને ગુસ્સો છે.

અમે એ જણાવવા માંગીએ છીએ કે જો જીડીપી ઘટશે તો દેશની અર્થવ્યવસ્થા પાછળ કોઈ સમસ્યા નથી. બધી સબ્સિડીઝ દૂર કરવામાં આવશે તો પણ કોઈ વાંધો નથી, પરંતુ આ ઘટનાનો સામનો કરવો ખૂબ જરૂરી છે.

લગ્નમાં પણ થયો વિરોધ

પુલવામામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને લોકો પોત પોતાની રીતે મદદ કરી રહ્યા છે. કોઈ શહીદોના પરિવારને એકઠા કરેલા પૈસા આપી રહ્યા છે, તો કોઈ પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પણ ગુજરાતની ઘણી જગ્યાઓ સ્વયંભૂ બંધ પાડી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ વચ્ચે લગ્નગાળાની સિઝનમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પર એક નજર કરીએ તો…

વડોદરા મા વણકર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતું. પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં થયેલ શહીદોને શ્રધ્ધાંજલિ અપાઇ હતી. લગ્ન દરમ્યાન શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પાળીને હાથે કા‌‌ળીપટ્ટી ધારણ કરી પુલવામા ઘટનાનો વિરોધ કર્યો. હતો. જેમાં વર અને વધુ એ હાથ માં કાળી પટ્ટી ધારણ કરી હતી અને શાહિદ જવાનોના આત્માની શાંતી અર્થે પ્રાર્થના કરી હતી.

એક તરફ લગ્નગાળાની સિઝન છે. તો બીજી તરફ પુલવામા આતંકી હુમલાના શહીદોની શહીદીથી દેશભરમાં આક્રોશ છે. તેવામાં વડોદરા ખાતે લગ્નની જાનમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. કારેલી બાગ ખાતે વિરાસ પરિવારની જાન તિરંગા સાથે નીકળી હતી. જાનમાં ઉપસ્થિત રહેલા સૌ કોઈ જાનૈયાઓએ બે મિનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. લગ્નમાં આવનાર ચાંદલાની રકમ શહીદ પરિવારને આપવામાં આવશે. તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter