GSTV
Home » News » ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

ગુજરાતમાં ખાણ ખનીજ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી ઉદ્યોગોને મળવાપાત્ર થતી લોન, સહાય કે અન્ય યોજનાકીય લાભો મળશે. તેમજ જમીન મહેસુલ ધારા અંતર્ગત લેવાની થતી 66- એએ અને 65 બી જેવી મંજૂરીઓ સરળતાથી મળશે. માઈનિંગ પ્રવૃત્તિ મુખ્યત્વે જમીનના બિન ખેતી ઉપયોગ સંલગ્ન હોવાનથી જમીન મહેસુલ કાયદા હેઠળ પણ ઉદ્યોગકારોને બિન ખેતી પરવાનગી મેળવવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થશે.

જમીનની સરળ ઉપલબ્ધતાથી આ સેક્ટરમાં વ્યાપક પ્રમાણ રોકાણ અને ઉત્પાદકીય પ્રવૃત્તિઓને વેગ મળતા રોજગારીના વિકલ્પો પણ ખુલશે. મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં કુદરતી સંસાધનોની બેફામ ખનીજચોરી થાય છે. તેમજ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે રાજ્ય સરકારનો આ નિર્ણય આશિર્વાદરૂપ સાબિત થશે.

READ ALSO

Related posts

જ્યારે હોસ્પિટલનાં એક દર્દીએ 4 લોકોની કરી હત્યા અને ઘણાને કર્યા ઘાયલ

Path Shah

ત્રણવાર ઓસ્કર વિનર રહેલા એનિમેટર વિલિયમ્સનું 86 વર્ષની ઉંમરમાં નિધન 

Kaushik Bavishi

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!