GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સાહેબ દુબઈથી આવી છે એર હોસ્ટેસ યુવતી કરો તપાસ : તંત્રની ઓફિસોમાં હવે રણકવા લાગ્યા છે ફોન

corona

કોરોના વાઇરસના ગભરાટથી આવેલી જાગૃતિના કારણે લોકો સાવચેત બની રહ્યા છે. કોરોના વાઇરસની સતર્કતા અને મદદ માટે શરૃ કરાયેલી હેલ્પલાઇન પર વિદેશથી આવેલા લોકોની માહિતી લોકો સામે ચાલીને આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ કોરોના વાઇરસને અનુલક્ષીને હેલ્પલાઇન નંબર શરૃ કરાયો છે. આ નંબર પર છેલ્લા ઘણા દિવસોથી લોકો ફોન કરી મદદ મેળવી રહ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી મદદ માટેના કોલની સંખ્યામાં વધારો થયો છે. સયાજીપુરા વિસ્તારમાં એક ફોન આવ્યો હતો હતો અને ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે અમારા ઘરની નજીક એક એર હોસ્ટેસ યુવતી સવારે સાત વાગે દુબઇથી આવી છે.

ગુજરાતમાં પોઝિટિવ કેસો વિદેશથી આવેલી વ્યક્તિમાં જ જોવા મળ્યા છે

જો કે આ સંદેશા બાદ તંત્ર દ્વારા ૧૦૪ મેડિકલ હેલ્પલાઇન તેમજ કોર્પોરેશનને જાણ કરી સાવચેતી માટે જાણ કરી હતી. કોરોનાના ગુજરાતમાં પોઝિટિવ કેસો વિદેશથી આવેલી વ્યક્તિમાં જ જોવા મળ્યા છે અને આ વ્યક્તિ જો અન્ય વ્યક્તિના સંપર્કમાં આવી હોય તો તેને પણ અસર થઇ શકે છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં સ્પેનથી આવેલા વેપારીનો ટેસ્ટ પોઝિટિવ જાહેર થયા બાદ લોકોમાં જાગૃતિ વધી રહી છે અને પોતાના ઘરની આજુબાજુ, સોસાયટીમાં અથવા એપાર્ટમેન્ટમાં જો કોઇ વ્યક્તિ વિદેશથી આવી હોય તો તુરંત તંત્રને જાણ કરી દે છે. લોકો એવી માંગણી કરી રહ્યા છે કે જે વ્યક્તિ વિદેશથી આવી છે તેનું તાત્કાલિક ચેકઅપ કરાવો.

લોકોએ સાવચેતીના પગલા લેવા માટે તંત્રની મદદ લીધી

કારેલીબાગ વિસ્તારમાં જલારામ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં પણ એક યુવતી વિદેશથી આવ્યા બાદ પોતાના ઘરમાં કેદ થઇ ગઇ હતી જેની જાણ લોકોને થતા લોકોએ સાવચેતીના પગલા લેવા માટે તંત્રની મદદ પણ લીધી હતી.

READ ALSO

Related posts

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva

ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!