દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશન અભિયાનનો ભારતમાં પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓ તથા ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે દેશમાં કોરોના વેક્સિન લીધા બાદ કેટલાક સ્વાસ્થ્યકર્મીઓના મોત થયા છે. મોત બાદ તેમના પરિવારના લોકોએ વેક્સિનની સુરક્ષાને લઇનને સવાલો ઉઠાવ્યા છે. જો કે આ તમામ લોકોના મોત કોરોના વેક્સિનને કારણે નહીં, પરંતુ અન્ય કારણોસર થયા છે. તેવી માહિતિ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

ત્યારે આ યાદીમાં વધારે એક નામનો ઉમેરો થયો છે. તેલંગણામાં એક મહિલા સ્વાસ્થ્યકર્મીનું મોત થયું છે. આ મહિલાએ ગત 19 જાન્યુઆરીના દિવસે કોરોના વેક્સિન લીધી હતી. જિલ્લાની એફએફઆઇ કમિટિ આ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ બાદ કમિટી પોતાની રિપોર્ટ રાજ્યની એઇએફઆઇ કમિટિને મોકલાશે. તેલંગણાના જાહેર સ્વાસ્થ્ય ડાયરેક્ટરે આ વાતની જાણકારી આપી છે.
આ પહેલા તેલંગણાના નિર્મલ જિલ્લાના કુંઠાલા સરકારી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ વિઠ્ઠલ નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. વિઠ્ઠલે પણ 19 જાન્યુઆરીએ જ કોરોના વેક્સિન લીધી હતી. તે સરકારી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જો કે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી હતી કે નિર્મલના મોત સાથે કોરોના વેક્સિનનો કંઇ સંબંધ નથી.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ