GSTV
Home » News » ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં TBના 98 ટકા દર્દીઓ સાજા થઈ જાય છે

ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં TBના 98 ટકા દર્દીઓ સાજા થઈ જાય છે

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એક સાથે 17 ડોકટરને ટીબી થયાના અહેવાલો મળ્યા જે ઘણા ચિંતાજનક છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતની જ એક એવી હોસ્પિટલની. જ્યાં ટીબી માટેની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. જેતપુરમાં વર્ષ 1941માં બનેલી આ છે ટીબી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં ટીબી માટેની શ્રેષ્ઠ સારવાર નિશુલ્ક ધોરણે ઉપલબ્ધ છે. આ હોસ્પિટલના ડોકટર્સ અને કર્મચારીઓ દરેક ટીબી પેસેન્ટની અંગત રીતે કાળજી લઇને તેમને રોગમુક્ત કરવા માટે પ્રતિબદ્ધ બનેલા છે

આ હોસ્પિટલમાં દરેક ટીબી પેસેન્ટનું અંગત રીતે ખ્યાલ તો રખાય છે સાથોસાથ આધુનિક ટેક્નોલોજીથી પેસેન્ટ તેમની દવાનો ડોઝ યોગ્ય સમયે લે છેકે નહીં તેનો પણ ખ્યાલ રખાય છે. અહીં અપાતી દવાઓ સાથે ટોલ ફ્રી નંબર હોય છે જે દર્દીએ ડાયલ કરવાનો રહે છે જેથી દર્દીએ ડોઝ લીધો છેકે નહીં તે વાતથી ડોકટર પણ વાકેફ થઇ જાય છે

સૌથી મહત્વની વાત તો એછેકે આ હોસ્પિટલમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને બહારના રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. અને તેઓ સાજા થતા ખુશ પણ દેખાતા હોય છે. જેતપુરની આ ટીબી હોસ્પિટલના ડોકટરના દાવા મુજબ તેઓ 100 દર્દીની સારવાર કરે છે તેમાંથી 98 દર્દી સાજા થઇને ખુશ થઇને ઘરે જાય છે. ત્યારે જેતપુરની આ ટીબી હોસ્પિટલ સરકારી હોસ્પિટલની પરિભાષા બદલી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદનો સરદાર ચોક ખંડેર હાલતમાં, પ્રતિમા સામે જોવાનો નેતા પાસે નથી સમય

Kaushik Bavishi

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah

પાકિસ્તાનથી આવેલી આ આફત સામે લડતાં સરકારને પણ વળી ગયો પરસેવો, બૉર્ડર પર ઉતારી ઑફિસરોની ફોજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!