GSTV
Home » News » VIDEO: ગીરમાં એકસાથે 20 સિંહોનું ટોળું રસ્તા પર દેખાયું, વીડિયો વાયરલ

VIDEO: ગીરમાં એકસાથે 20 સિંહોનું ટોળું રસ્તા પર દેખાયું, વીડિયો વાયરલ

Asiatic lions Gujarat

સમગ્ર વિશ્વમાં સિંહ એ માત્ર આફ્રિકા અને એશિયાનાં ભારતમાં જોવા મળે છે.તેમાં પણ ગુજરાત રાજ્યનાં છેવાડાનાં જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાને એશિયાટીક લાયનનું ઘર માનવામાં આવે છે. સામાન્ય રીતે સિંહ એકલો અથવા સિંહણ સાથે અથવા તો પરિવારમાં પણ જવલ્લે જ જોવા મળે છે. ત્યારે જો એક સાથે સિંહોનું મોટું ટોળું જોવા મળે તો આપણે તેને ભાગ્યશાળી ગણીએ છે.

એકી સાથે 20 જેટલા સિંહોનું ટોળું જોવા મળે તેવું બહુ ઓછું જોવા મળતું હોય છે. પરંતુ હાલ ઉનાળાની ગરમી છે અને સિંહો વનરાજીમાંથી બહાર આવીને રસ્તા પર આંટાફેરા કરતા હોય છે. ત્યારે એક બે નહીં પરંતુ સિંહ સિંહણ અને પાઠડાની અંદાજે 20ની ટોળી એકી સાથે જોવા મળી. રસ્તેથી પસાર થતા કોઇ વાહન ચાલકે તેના મોબાઇલમાં આ વીડિયો કેપ્ચર કર્યો હતો. જેમાં તેઓએ સિંહોના આ ટોળાની ગણતરી કરી હતી. જેમાં અંદાજે 20 જેટલા સિંહો એકસાથે જોવા મળ્યા હતા..ગીર અભયારણ્ય વિસ્તારનો આ વીડિયો થોડો જૂનો હોવાની પણ ચર્ચા છે. પરંતુ આ વીડિયોએ સિંહ પ્રેમીઓને ખુશ કરી દીધા છે.

READ ALSO

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!