GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારનું આવી બન્યું: ખાનગી, સરકારી, માલવાહક વાહનોના દંડમાં પાંચ ગણો વધારો

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનાર વાહનચાલકને હવે મોટોમસ દંડ ચૂકવવા તૈયારી રાખવી પડશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જારી  કરીને વિવિધ ટ્રાફિક સબંધી નિયમોનો ભંગ કરવા બદલ દંડમાં પાંચ ગણો વધારો કર્યો છે.

ટ્રાન્સપોર્ટ વિભાગે ખાનગી વાહનોની સાથે સાથે સરકારી,માલવાહક વાહનોને ય દંડમાં આવરી લીધાં છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ રૂા.૧૦ હજાર સુધી દંડની જોગવાઇ કરવામાં આવી છે.

કેન્દ્રના મોટર વ્હિકલ એક્ટના દંડમાં રાહત આપીને ગુજરાત સરકારે ટ્રાફિકના કાયદા અમલી બનાવ્યા છે.ટ્રાન્સપોર્ટ વિભાગના પરિપત્ર મુજબ, હેલમેટ નહી પહેરનારાને રૂા.૫૦૦ દંડ પેટે ચૂકવવા પડશે.હવે વાહનચાલક આડેધડ રીતે વાહન પાર્ક કરશે તો રૂા.૫૦૦ દંડ લેવાશે.

આ જ પ્રમાણે,લાયસન્સ,પીયુસી સહિતના દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂા.૫૦૦ અને બીજી વાર રૂા.૧ હજાર દંડ વસૂલાશે. પેસેન્જર વાહનોમાં ખાસ કરીને જીપોમાં મર્યાદિત સંખ્યા કરતાં વધુ મુસાફરો હશે તો,ડ્રાઇવીંગની સીટ પર ડ્રાઇવર ઉપરાંત અન્ય વ્યક્તિ બેઠો હોય તો, ડ્રાઇવર ધુ્રમપાન કરતો હશે તો રૂા.૫૦૦ દંડ ફટકારાશે.

સરકારી વાહનોને ય દંડના દાયરામાં આવરી લેવાયાં છે જેના કારણે બસ કંડકટર બસસ્ટોપ પર બસ ઉભી ન રાખે તો રૂા.૫૦૦ દંડ લેવાશે.કંડકટર  ટિકીટ  ન આપે તો,ટિકીટ કે પાસ ચેક ન કરે તો રૂા.૫૦૦ દંડ થશે. મુસાફરો પણ ટિકીટ વિના મુસાફરી કરશે તો રૂા.૫૦૦ દંડ લેવાશે. અગાઉ આ બધાય નિયમોના ભંગ બદલ રૂા.૧૦૦ના દંડની જોગવાઇ હતી. 

લાયસન્સ વિના કાર-વાહન હંકારતા પકડાશે તો ટુ વ્હિલરને રૂા.૨ હજાર અને કાર સહિત અન્ય વાહનના ચાલકને રૂા.૩ હજાર દંડ ભરવો પડશે. આ નિયમો માટે અગાઉ એક હજાર દંડ હતો જેમાં બે હજારનો વધારો કરી દેવાયો છે. માલિક સિવાય અન્ય વ્યક્તિ વાહન હંકારતા ઝડપાશે તો,રૂા.૨ હજારનો દંડ લેવાશે. અગાઉ માત્ર રૂા.૫૦૦ દંડ હતો.

જો વાહન ચાલક ભયજનક રીતે આૃથવા રેસ સ્ટાઇલથી વાહન ચલાવે તો રૂા.૫ હજારનો દંડ ફટકારાશે. અકસ્માત વધતાં આ નિયમનો ભંગ કરનારાં વાહનચાલકને શિક્ષા આપવાના ભાગરૂપે દસ ગણો દંડ વધારી દેવાયો છે. એર પોલ્યુશનના નિયમોનુ ભંગ કરનારાં  ટુ વ્હિલર ચાલકને રૂા.૧ હજાર જયારે કાર સહિત અન્ય વાહનધારકને રૂા.૩ હજાર દંડપેટે ભરવા પડશે. ઘોંઘાટ કરતાં વાહનોને ત્રણ હજાર સુધીનો દંડ ભરવો પડશે.

જો એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડને સાઇડ આપવામાં નહી આવે તો,વાહનચાલકને રૂા.૧ હજારનો દંડ ભરવો પડશે.શાંત વિસ્તાર ઝોવમાં હોર્ન મારવુ ય ભારે પડશે કેમકે,રૂા.૧ હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે. વિમા પોલીસી વિના વાહન ચલાવનારાંને પ્રથમવાર રૂા.૨ હજાર અને બીજી વાર રૂા.૪ હજારનો દંડ ભરવો પડશે.

અત્યાર સુધી વિમા વિના વાહન હાંકનારા પાસે રૂા.૧ હજાર સુધીનો દંડ વસૂલાતો હતો. રાજ્ય સરકારની એવી દલીલ છેકે, અકસ્માતનુ ભારણ ઘટાડવા, ટ્રાફિકના નિયમોનુ પાલન થાય તે માટે મોટામસ દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ તરફ, દંડની રકમમાં પાંચ ગણો વધારો કરી દેવાતાં વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે.

Read Also

Related posts

કોવિડ-19ની સારવાર કરતી 20 ખાનગી હોસ્પિટલોની ફાયરની NOC હજુ પણ લટકેલી, રિન્યુની જવાબદારી જે-તે એકમની !

pratik shah

જૂનાગઢમાં અવિરત વરસાદ, નરસિંહ મહેતા સરોવર ફરી વખત ઓવરફ્લો થયું

pratik shah

ભારતમાં પ્રતિ 10 લાખે અંગદાનનો દર ફક્ત 0.86%, રાજ્યમાં દર વર્ષે સરેરાશ માત્ર 73 મૃત દાતા દ્વારા થાય છે કિડની ટ્રાન્સપ્લાન્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!