દિલ્હીમાં મુંડકાની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં રાજધાનીના નરેલામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. નરેલામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડની 25 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે જેના પગલે લોકોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિલ્હીની મુંડકા બિલ્ડીંગમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આ આગની દુર્ઘટનામાં 27 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. બીજી બાજુ આ ઘટનાના પગેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું હતું પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, દિલ્હીમાં ભીષણ આગના કારણે લોકોના મોતથી ખુબ દુઃખી છું. મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારોની સાથે છે. હું ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું. દિલ્હી સરકારે મૃતકના પરિવાર જનોને 10 લાખ રૂપિયનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
READ ALSO
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી
- ઇમરજન્સી ફંડ જરૂરિયાતના સમયે બની શકે છે મોટી મદદ! જાણો કેવી રીતે ભંડોળનો ઉપયોગ કરવો
- BIG BREAKING: કુપવાડામાં લશ્કરના ત્રણ આંતકીઓ ઠાર! ઘુસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા
- પાકિસ્તાન/ ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ બની હિંસક, ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો આમને-સામને