કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર બાયોપિક બની રહી હોવાના અહેવાલો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ પોતે માહિતી આપી છે કે આ સંબંધમાં કેટલાક લોકોએ તેમની સાથે વાત કરી છે.

એવા પણ અહેવાલો છે કે તમિલ અભિનેતા વિજય સેતુપતિને સિલ્વર સ્ક્રીન પર 75 વર્ષીય કોંગ્રેસના નેતાની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી રહ્યો છે. જો કે હજી સુધી તેના પર કોઈ પૃષ્ટિ થઈ નથી.
ભૂતપૂર્વ મંત્રી અને કનકગીરી વિધાનસભા ક્ષેત્રના ભૂતપૂર્વ ધારાસભ્ય શિવરાજ તંગડગીના નેતૃત્વમાં સિદ્ધારમૈયા અને તેમના કેટલાક ચાહકો વચ્ચે બાયોપિકને લઈને ચર્ચા થઈ હતી. સિદ્ધારમૈયાને આ બાબતે પ્રશ્ન કરવામાં આવતા તેઓને આ વિશે વધુ જાણ નથી. કેટલાક લોકો કનકગિરી મતવિસ્તાર (કોપ્પલ જિલ્લામાં) માંથી આવ્યા હતા અને તેઓએ સિનેમા બનાવવાની વાત કરી હતી.
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાને આ ફિલ્મમાં અભિનય કરવા વિશે સવાલ કરવામાં આવતા તેમને અભિનય આવડતો ન હોવાનું કહ્યું હતું.
ફિલ્મ બનાવવાની યોજનાઓની પુષ્ટિ કરતા, તંગડગીએ કહ્યું કે તેમના મતવિસ્તારના કેટલાક યુવાનો સિદ્ધારમૈયાની જીવનકથાને ફિલ્મના રૂપમાં બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ આ ઈચ્છા સાથે તેમનો સંપર્ક કર્યો હતો. તેથી આ સંબંધમાં તેઓએ સિદ્ધારમૈયાની મુલાકાત લીધી હતી. ફિલ્મ બનાવવા હેતુ માટે યુવકોએ તેમણે ‘એમએસ ક્રિએશન્સ’ નામની પ્રોડક્શન કંપનીની રચના પણ કરી છે. નિર્દેશક એક નવો વ્યક્તિ છે.
READ ALSO
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ