અંધશ્રદ્ધા એક એવી વસ્તુ છે જે માણસના દિમાગ પર એક વખત હાવી થઇ જાય તો તેને કોઇ દવા દુઆ દુર નથી કરી શકતી. પોતાના પારકામાં ભેદ નથી રાખતી, માણસ અંધશ્રદ્ધામાં શું કરી રહ્યો છે, તે પોતાને પણ જાણ નથી હોતી.
કેરળની એક ડૉક્ટર દંપતિએ માલામાલ થવા માટે બે મહિલાઓની હત્યા કરીને શવના 56 ટુકડા કર્યાની ઘટના સામે છે, ત્યારે ગુજરાતના ગીર સોમનાથમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક પિતા પર અંધશ્રદ્ધાનું ભૂત એવુ ચડ્યુ કે તેણે પોતાની બાળકીની બલિ ચઢાવી દીધી.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામમાં 14 વર્ષીય સગીરાની હત્યાથી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. અહીં સુરતથી પોતાના વતન આવેલા ભાવેશ અકબરી નામના વ્યક્તિ જેમણે પોતાની ધોરણ-9માં અભ્યાસ કરતી પુત્રીની નવરાત્રિના આઠમા નોરતે બલિ ચઢાવી હતી.
પોલીસને મળેલ બાતમીના આધારે આ ઘટનામાં તપાસ હાથ ધરાતા, પોલિસને શેરડિના વાડામાંથી 1 રાખ ભરેલુ કપડુ મળ્યુ છે તેમજ અન્ય સામાન મળી આવ્યો છે સાથે 14 વર્ષીય સગીરાની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવી.
આ બાળકીના માતાપિતા અંધશ્રદ્ધામાં એટલા રત થઇ ગયા કે તેઓને અંધશ્રદ્ધામાં એ વાતનો પણ ખ્યાલ ન રહ્યો કે તેમની આ અંધશ્રદ્ધાના કારણે પોતાની બાળકી ગૂમાવવી પડશે. આ બાળકીના માતાપિતાએ પહેલા તેની બાળકીની બલી ચઢાવી અને ત્યારબાદ પાંચ દિવસ પછી મંત્ર શક્તિથી પોતાની દીકરીને જીવતી કરવાની કોશિષ કરી. પરંતુ જે બાળકીનું માથું ધડથી અલગ થઇ ગયું હોય તે થોડી જીવીત થઇ શકવાની?
અંતે કંટાળીને માતાપિતાએ પોતાના પાપને છૂપાવવા પોતાની જ વ્હાલસોયી દીકરીની લાશને ખેતરમાં લઇ જઇને સળગાવી નાખવાની કોશિષ કરી. પરંતુ આ અંગે પોલીસને જાણ થઇ ગઇ અને પોલીસે આવીને લાશને અવશેષો કબજે કરીને માતાપિતાની અટકાયત કરી છે.
આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. આજના આધુનિક યુગમાં પણ આવી ઘટનાઓ બને છે. આ ઘટનાથી એ લોકોએ ચેતી જવાની જરૂર છે કે જેઓ થોડી ઘણી પણ અંધશ્રદ્ધામાં માનતા હોય છે કેમકે અંધશ્રદ્ધાની થોડી શરૂઆત આગળ જતા ગંભીર પરિણામો લાવતા હોય છે, જેનો આ જીવતો જાગતો કિસ્સો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો