અમદાવાદના માંડલ તાલુકાના દાલોદ ગામનો એક ખેડૂત પરિવાર બાગાયતી ખેતી સાથે પશુપાલન વિભાગની એક યોજનાની મદદથી લખપતિ બન્યો છે. વરસે લાખોની આવક રળતો આ પરિવાર અન્ય ખેડૂત-પશુપાલકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામે સિંધવ પરિવારમાં ત્રણ ભાઈઓ સંયુક્ત પરિવારમાં 25 જણા સાથે રહીને ખેતી અને પશુપાલન કરી રોજીરોટી રળતા હતા. કુટુંબના મોભી એવા જગદીશભાઈને સરકારની ‘દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય’ વિશે જાણ થઈ. તેમણે આ યોજનાનો લાભ લઈને ગીર ગાયની ખરીદી કરી ડેરી ફાર્મ શરુ કર્યું. અત્યારે આ ફાર્મમાં પચ્ચીસ ગાય છે અને દર મહિને એક લાખથી વધુની આવક મેળવે છે. સિંધવ પરિવાર બાગાયત ખાતાના માર્ગદર્શનમાં દાડમની પણ ખેતી કરે છે. જેમાંથી આ વર્ષે 6 લાખ રુપિયાની આવક થઈ છે.

સિંધવ પરિવારના સભ્ય હંસાબેન પશુપાલનના મહત્વ અને ફાયદા જણાવતાં કહે છે કે એક સમયે ગીરીબીનો સામનો કરતું અમારુ ઘર આજે બે નહી પણ બાર પાંદડે થયું છે, તેના પાયામાં પશુપાલન અને બાગાયતા ખેતી છે. ગાયો રાખવી સારું છે, અમે બધા લોકોને કહીએ છીએ કે તમે ગાયો રાખો, તબેલો કરો તો મહિને દોઢ – બે લાખની આવક થાય છે, જેમાંથી અમે અમારા સંતાનોને પણ ઉચ્ચ અભ્યાસ કરાવ્યો, જૂનાગઢ ખાતે દિકરી પણ મેડિકલનો અભ્યાસ કરે છે, દિકરો અમદાવાદ કોલેજમાં અભ્યાસ કરે છે જેમાંથી અમારું ઘર સારી રીતે ચાલે છે.

આમ,દૂધ અને દાડમનો કોમ્બો અને આવક થઈ જમ્બો આ વાક્યને સિંધવ પરિવારે સાર્થક કર્યું છે. જો સંયુક્ત પરિવાર સહિયારા પ્રયાસો કરે તો સમૃદ્ધિ દૂર નથી, એ આ પરિવારે પુરવાર કર્યું છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં