એક બાજુ રાજ્યમાં કડકડતી ટાઢ પડી રહી છે જેના પગલે જનજીવનને પણ અસર થઈ રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે અરવલ્લી જિલ્લામાંથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. માલપુરના વિરણીયા ગામના ખેડૂત દંપતી ગત રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતાં જ્યારે ખેતરમાંથી વહેલી સવારે ઘરે પરત આવ્યા બાદ ખેડૂતનું મોત નીપજ્યું છે જેના પગલે પરિવારમાં અણધાર્યો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે બીજી તરફ ખેડૂત નું મોત થતા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડુતોમા તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા સૂર્યોદય યોજના શરૂ કરાઈ છે તેમ છંતા ઠંડીની સિઝનમાં વીજ કંપનીઓ દિવસે ખેડૂતોની સિચાઈના પાણી માટે વીજળી નથી અપાતી પરિણામે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે, દિવસે વીજળી આપે જેનથી રાત્રે પાણી વાળવા ના જવું પડે…

હાડ થીજવતી ઠંડીને કારણે માલપુરના વિરણીયા ગામના ખેડૂતનું મોત નિપજ્યું છે.
ગત રાત્રે પતી-પત્ની ખેતરમાં પાણી વાળવા ગયા હતાં
ખેતરમાંથી વહેલી સવારે ઘરે પરત આવ્યા બાદ નીપજ્યું મોત
62 વર્ષીય પગી લક્ષ્મણજી જીવાજી નામના ખેડૂતનું મોત
ખેડૂતનું મોત થતા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડુતો મા તંત્ર સામે રોષ ની લાગણી ફેલાઇ
લોકો ની માંગ છેકે દિવસે વીજળી આપવામાં આવે
પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લા માલપુરના વિરણીયા ગામમાં હાડ થીજવતી ઠંડીને કારણે ખેડૂતનું મોત નિપજ્યું છે. 62 વર્ષીય ખેડૂત રાત્રી દરમિયાન ખેતરમાં પાણી વાળવા ગયા હતા. પાણી વાળ્યા બાદ ખેડૂત ઘરે પરત આવ્યા બાદ મોત નિપજ્યું હતું. ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ ઠંડીને કારણે ખેડૂતનું મોત થયું હોવાના આક્ષેપ કરી દિવસે વીજળી આપવાની માંગ કરી છે. ખેડૂતોએ પિયત માટે વારંવાર વખત દિવસે વીજળી આપવાની રજૂઆત કરી છે. છતાં વીજળી ન મળતા અનેક ખેડૂતોની અનેક ફરિયાદો ઉઠી છે.
READ ALSO
- ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો