GSTV
Home » News » મહિલા ફૅને પોતાની કરોડોની સંપત્તિ સંજય દત્તના નામે કરી

મહિલા ફૅને પોતાની કરોડોની સંપત્તિ સંજય દત્તના નામે કરી

સંજય દત્તની એક એવી મહિલા ફૅનનું નામ સામે આવ્યું છે જેણે પોતાની સંપત્તિ અભિનેતાના નામે કરી દીધી છે. સંપ્તિમાં બેન્કમાં જમામરકમ, બેન્ક લૉકર અને અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. આ વાતની જાણકારી ત્યારે મળી જ્યારે 15 જાન્યુઆરીના રોજ બિમારીના કારણે સંજય દત્તની પ્રશંસકનું નિધન થયું છે. ફેનનું નામ નિશિ ત્રિપાઠી છે. નિશિના મૃત્યુ પહેલા જ પોતાની તમામ સંપત્તિમાં અભિન્તાને નૉમિની બનાવી દીધો હતો.

નિશી સંજય દત્તને ખૂબ જ પસંદ કરતી હતી. રિપોર્ટ અમુસાર એક્ટરે ફૅન દ્વારા આપવામાં આવેલી ધનરાશિમાંથી કંઇપણ લેવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે એક અભિનેતા તરીકે અમને અનેક પ્રકારના ફેન્સ જોવા મળે છે. કેટલાંક રસ્તામાં પીછો કરે છે, ગિફ્ટ મોકલે છે, પોતાના બાળકોને અમારુ નામ આપે છે પરંતુ મુંબઇની ફેને જે કર્યું છે તેનાથી હું આશ્વર્યચકિત છું.

હું તેમના દ્વારા આપવામાં આવેલી કોઇપણ વસ્તુ નહી સ્વીકારૂં. હું નિશિ ત્રિપાઠીને નથી જાણતો. આ ઘટનાથી હું ખૂબ જ ભાવુક થઇ ગયો છું. જે સમયે સંજય દત્ત કલકત્તામાં ફિલ્મ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’નું શુટિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને આ ઘટના અંગે જાણ થઇ. તેમના વકીલ સુભાષ જાદવે કહ્યું કે     દત્તને તેમની ફેને આપેલી તમામ સંપત્તિ માંથી કંઇ જોઇતુ નથી. તે નિશીના પરિવારને મળવું જોઇએ.

નિશી ત્રિપાઠી માલાબાર હિલની રહેવાસી હતી. તેમણે પોતાના બેન્ક એકાઉન્ટમાં સંજય દત્તને નૉમિની બનાવ્યો છે. સાથે જ નૉમિનીમાં અભિનેતાને પાલી હિલ ખાતેનાં ઘરનું સરનામુ પણ લખેલુ હતું. નિશી 62 વર્ષની હતી અને ઘણાં સમયથી બિમાર હતી. નૉમિનીના સ્થાને તેમણે ફિલ્મ સ્ટાર સંજય દત્ત લખ્યું હતું. સંજય દત્તે ફેનના પરિવારને મદદ કરવાની રજૂઆત કરી છે. તેઓ નિશી ત્રિપાઠી દ્વારા તેમના નામે કરવામાં આવેલી સંપત્તિને તેમના પરિવારજનોને ટ્રાન્સફર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં મદદ કરવા માટે તૈયાર છે. નિશી 10 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 3BHK ફ્લેટમાં રહેતી હતી.

Related posts

નિત્યાનંદ આશ્રમના મામલે જીએસટીવીનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો, ભોળા લોકોને ભરમાવવાનો થયો પર્દાફાશ

Bansari

અમેરિકામાં ગોળીબાર : કેલિફોર્નિયામાં ચાર, ઓક્લાહોમામાં ત્રણ લોકોનાં મોત

Bansari

5G આવ્યા બાદ ટેલિકોમના અન્ય ક્ષેત્રો સાથે સંબંધ મજબૂત થશે : ટેલિકોમ સચિવ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!