પત્ની સામે જ કપિલ સાથે થઇ ગયો ‘કિસ કાંડ’, થયું કંઇક એવું કે કોઇને મોઢુ પણ બતાવી ન શક્યો

કપિલ શર્મા કોમેડીની નવી ઇનિંગ શરૂ કરીને ખૂબ જ ખુશ છે સાથે જ તેણે તાજેતરમાં જ પોતાના જીવનની પણ નવી ઇનિંગ શરૂ કરી છે. કપિલે પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરાથ સાથે તાજેતરમાં જ સાત ફેરા ફર્યા છે.

કપિલ શર્માની પોપ્યુલારીટી કોઇ મોટા સ્ટારથી ઓછી નથી. પરંતુ ઘણીવાર એવું બને છે કે આ પોપ્યુલારીટી જ તેના પર ભારે પડી જાય છે. તાજેતરમાં જ કપિલે પોતાની સાથે ઘટેલી એક વિચિત્ર ઘટના શેર કરી હતી. કપિલે પોતાના શૉમાં ખુલાસો કર્યો હતો કે તેના એક ફેને તેને જબરદસ્તી કિસ કરી લીધી હતી.

કપિલે પોતાના લગ્નમાં ઘટેલી આ વિચિત્ર ઘટના શેર કરી તો સેટ પર હાજર બધાં જ લોકો હસવા લાગ્યાં. કપિલે જણાવ્યું કે, મારા લગ્નમાં એક શખ્સ દરેક ફંક્શનમાં આવી પહોંચ્યો હતો. જેને હું જાણતો પણ ન હતો. તે મને લગ્નની શુભેચ્છા આપવા આવ્યો અને મને જબરદસ્તી ગાલ પર કિસ કરવા લાગ્યો. હું તેને જાણતો પણ ન હતો કે તે છે કોણ? હું તેની આ હરકતથી ચિડાઇ ગયો અને તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ. જ્યારે તે મારી પાસે આવ્યો તો મે તેને  કોણી મારી દીધી. તે બાદ તેણે ફરી આવી કોઇ હરકત ન કરી.

જણાવી દઇ કે કપિલ શર્મા એને ગિન્ની તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્ન બાદ તેમણે 24 ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કર્યુ હતું જેમાં ટીવીથી લઇને બોલીવુડના મોટા સ્ટાર્સ હાજર રહ્યાં હતા. પાર્ટીમાં સોહેલ ખાન, અનિલ કપૂર, ઉર્વશી રૌતેલા, કીકૂ શારદા, સાઇના નહેવાલ જેવી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter