GSTV

ઓ બાપ રે, શિક્ષકે ભણાવવા માટે પણ રાખ્યો હતો ડમી, 3 વર્ષ શાળાનું પગથિયું પણ નહોતા ચડ્યા

પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાની પોલખોલતો કિસ્સો સામે આવ્યો છે. સતલાસણા તાલુકાના નવા ફતેહપુરા ગઢ પ્રાથમિક શાળામાં શિક્ષકે પોતાના બદલે અન્ય વ્યક્તિને અભ્યાસ માટે રાખ્યો હતો. શિક્ષક શાળામાં ગેરહાજર રહેતા ત્યારે તેમની બદલીમાં એક બેરોજગાર યુવક શિક્ષણ કાર્ય કરાવતો હતો. શિક્ષક આ માટે બેરોજગાર યુવકને રૂપિયા પાંચ હજાર રૂપિયા ચૂકવતા હતા.

ભરત પટેલ તો ત્રણ વર્ષથી શાળામાં આવતા જ ન હતા

નાયી જગદીશભાઈ નામનો યુવક ઠાકોર ખેંગારજી નામના શિક્ષકના બદલે શાળામાં શિક્ષણ કાર્ય કરતો હતો. શિક્ષણાધિકારીની તપાસ દરમિયાન આ ખુલાસો થયો છે. આ શાળામાં ફરજ બજાવતા અન્ય શિક્ષક ભરત પટેલ તો ત્રણ વર્ષથી શાળામાં આવતા જ ન હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતા પટેલ દ્વારા ભરતભાઇ પટેલ અને ઠાકોર ખેંગારજી નામના શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!