GSTV
Gujarat Government Advertisement

વેપારીની પત્નીએ વીડિયોકોલ ઉપાડયો તો સામે કપડાં કાઢીને નગ્ન ઉભો હતો યુવક, થયું એવું કે…

Last Updated on October 16, 2019 by Mayur

સુરતના સીંગણપોર કોઝવે રોડ ઉપર રહેતા કાપડ વેપારીની પત્નીના ફેસબુક એકાઉન્ટ ઉપર યુવતીના નામના ફેસબુક એકાઉન્ટમાંથી મેસેન્જર પર બિભત્સ મેસેજ કરી તેમજ વિડીયો કોલ કરી નગ્ન થઇ ગુપ્તાંગ બતાવતા વિકૃત યુવાન વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ગુપ્તાંગ બતાવતો હતો નરાધમ

સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં સીંગણપોર કોઝવે રોડ ખાતે રહેતા કાપડ વેપારીના પત્નીના ફેસબુક એકાઉન્ટ પર ગત 15 ઓગસ્ટના બપોરે દોઢ વાગ્યાના અરસામાં નેહા કિશન પટેલ નામના ફેસબુક એકાઉન્ટમાંથી મેસેન્જર ઉપર એક મેસેજ આવ્યો હતો. કાપડ વેપારીની પત્નીએ મેસેજ જોતા એકદમ બિભત્સ શબ્દોમાં લખ્યું હતું. થોડીવારમાં તે જ ફેસબુક એકાઉન્ટમાંથી વિડીયો કોલ પણ આવ્યો હતો અને ફોન કરનાર નગ્ન થઇ ગુપ્તાંગ બતાવતો હતો. આ રીતે કાપડ વેપારીની પત્ની ઉપર બે વખત મેસેજ અને વિડીયો કોલ આવ્યા હતા.

ફરી વીડિયોકોલ ઉઠાવતા પેન્ટ ખુલ્લુ જ હતું

ત્યારબાદ ફરીથી વિડીયો કોલ આવતા કાપડ વેપારીએ ફોન રિસીવ કર્યો ત્યારે વિકૃત યુવાને ફરી એ જ હરકત કરી હતી. તેને અંદેશો આવી જતા તેણે વિડીયો કોલ બંધ કરી દીધો હતો. કાપડ વેપારીએ મેસેન્જર મારફતે તેને મેસેજ અને વિડીયો કોલ કર્યો હતો પરંતુ તેણે ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું હતું અને ત્યારબાદ ક્યારેય ચાલુ કર્યું ન હતું. આ અંગે કાપડ વેપારીએ ગત રોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વિકૃત યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઈન્ચાર્જ પીઆઈ જે બી આહીરે વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

Bansari

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!