GSTV

ગુજરાત હાઇકોર્ટમાં આ તારીખથી શરૂ થઇ શકે છે પ્રત્યક્ષ સુનાવણી, ખંડપીઠે વ્યક્ત કરી શક્યતા

હાઇકોર્ટ

Last Updated on August 2, 2021 by Bansari

17મી ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થાય તેવી શક્યતા છે. 31મી જુલાઇના રોજ એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે કહ્યું હતું કે 17મીથી હાઇકોર્ટની પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

શનિવારની એક સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું હતું કે 17મીથી પ્રથ્યક્ષ સુનાવણી શરૂ થવાની શક્યતા છે. તેથી ત્યારબાદ આ કેસની મુદત નક્કી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરના કારણે માર્ચ-2020થી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ કરાઇ હતી અને તમામ ખંડપીઠો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી કરી રહી છે.

હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ન શરુ કરાતા વકીલોનો વિરોધ

લાંબા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી કેટલાક વકીલોએ વારંવાર તેમની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. આ પહેલા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ જુદી જુદી બેઠકો યોજીને આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી છે. ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે ચીફ જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટે અરજીઓ પણ કરી હતી. પરંતુ ગત અઠવાડીએ તેમણે હાઈકોર્ટની કાર્યવાહીને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો 28 જુલાઈ સુધીમાં કોર્ટમાં સુનાવણી ન થાય તો તે સામે ધરણા કરવામાં આવશે. તેમજ કોર્ટના તમામ ઓફિશિયલ કાર્યક્રમોમાંથી બોયકોટ કરવામાં આવશે. જોકે, હજી પણ નામદાર કોર્ટે પ્રત્યક્ષ સુનાવણી ક્યારથી શરૂ થશે તે અંગે સ્પષ્ટતા નથી કરી.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!